- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રણ્યમ સ્વામીએ વધુ એકવાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે એવા આક્ષેપ કર્યા છે, કે જેનાથી ફક્ત રાહુલ ગાંધી જ નહીં પણ આખી કોંગ્રેસ હચમચી ઉઠી છે. વળી સ્વામીએ આ મુદ્દે વડાપ્રધાન સમક્ષ પણ ઉઠાવવાની જાહેરાત કરી છે.
ભાજપના નેતા સુબ્રણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી બ્રિટનની પણ નાગરિકતા ધરાવે છે. તેમની બ્રિટનમાં એક કંપની છે અને તેની ઓફિસ વેલ્સમાં છે. આ ઓફિસના દસ્તાવેજોમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક દર્શાવવામાં આવ્યા છે.
સ્વામીએ વધુમાં કહ્યું હતું કે ભારતમાં બેવડા નાગરિકતાનો કાયદો નથી. આથી તેમની ભારતીય નાગરિકતા આંચકી લેવી જોઈએ તથા સંસદ સભ્યપદ પણ રદ કરવું જોઈએ. રાહુલ ગાંધી વિદેશમાંથી કાળુ નાણું લાવવાની વાતો કરે છે પરંતુ તેઓ ખૂદ ગેરકાયદેસર બેન્ક ખાતું ધરાવે છે.
સુબ્રણ્યમ સ્વામીએ અગાઉ પણ ગાંધી પરિવાર પણ અંગત આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી સ્વિત્ઝર્લેન્ડની જ્યુરિચ કેપિક્ટેટ બેન્કમાં ખાતું ધરાવે છે. આ ઉપરાંત સોનિયા ગાંધીની ડિગ્રી પર પણ તેમણે પ્રશ્નો કર્યા હતાં.
|
Watch Video : |
- Get link
- X
- Other Apps
Comments
Today Gujarat news Hindi update yourself with all politics news, Gujarat news in hindi, gujarat BJP news, Gujarat Congress News, vijay rupani cm.
ReplyDeleteRead today news in Hindi. Get a daily update on your city, Surat news hindi, Rajkot news hindi, Vadodara news hindi,
Top 10 news in hindi