- Get link
- X
- Other Apps
દિવસે પદ્માવતી એકલી ઝૂરતી ને રાત્રે માંગડો ભુતાવળ થી મહેલ ઉભો કરતો એ મહેલમાં પદ્માવતી માંગડા સાથે મળી ચોપાટ રમતા... વાંચો કેવી રીતે વીર માંગડાવાળો ભૂત બની પદમાં ને મળતો
- Get link
- X
- Other Apps
અત્યારે સોસીયલ મીડિયામાં મામા મારી પદમાં ને જઈ કેજો છેલ્લા રામ રામ ગીત પર ઘણી બધી રીલો બની રહી છે એ વિશે આજે થોડું લખી રહ્યો છુ...
આ વાત છે પદમાં (પદ્માવતી) ને વીર માંગડાવાળા ના અમર પ્રેમ ની ગાથા
વિર માંગડાવાળો સૌરાષ્ટ્ર ના ધાતરવડ નગર ના એભલવાળાનો દીકરો હતો અરસીવાળો એનો સગો કાકો હતો એનું મોસાળ ધૂમલી હતું ધૂમલી જેઠવાઓ નું રાજ હતું માંગડો અવારનવાર ઘુમલી મામા ભાણ જેઠવા ને મળવા આવતો જતો હતો માંગડાવાળો કોઈ મેળા માં ફરવા જાય છે ને એક છોકરી સાથે માંગડાવાળા ને આંખ મળી જાય છે બન્ને ને પ્રેમ થઈ જાય છે પ્રેમના તાંતણે બંધાય છે એ છોકરી નું નામ હતું પદમાં (પદ્માવતી) એ ધૂમલી ને ધાંતરવડ ના માર્ગ વચ્ચે આવતા પ્રભાસ પાટણ ના નગરશેઠ ની દીકરી હતી પસી તો અવારનવાર માંગડાવાળો પદ્માવતી ને મળવા પ્રભાસ પાટણ જાય છે બન્ને જણ માઢ ના મેડા પર બેસી ચોપાટ ની રમત રમે છે સમય વીતતો જાય છે
એકવાર માંગડાવાળા ઘુમલીમાં મામાં નો મેમાન બન્યો છે એવામાં ધૂમલી નગર માં દેકારો થ્યો કે બાયલ ચાડવો ગાયો નું ધણ વાળી ને જાય છે સૌ રજપૂતો ઘોડે ચડ્યા ગાયો ની વારે પણ માંગડાવાળો ઓરડે સૂતો છે ભાણ જેઠવો બોલ્યા સૌ વારે ચડજો પણ ભાણેજ માંગડા ને કોઈ જગાડશો નહીં એ આપડો પરોણલો (મેહમાન) છે વાર ચડી ને બુંગીયા ઢોલ વાગ્યો ઢોલ નો અવાજ સાંભળી સૂતેલો માંગડાવાળો સફાળો બેઠો થ્યો ઓરડા ની બહાર જવા દોટ મેલી ત્યાં કમાડ (બારણું) બંધ દીઠું કમાડ ખુલ્યું નહીં બહાર થી સાંકળ દીઠી જાણી એટલે બહાર ઉભેલાને પૂછ્યું શેનો ઢોલ ને શેનું ધીંગાણું મચ્યું છે ત્યારે બહાર ઉભેલા મામીએ સઘળી હકીકત કીધી ને કહ્યું ભાણુભા તમારે વારે નથી ચડવાનું એવુ તમારા મામાં એ કેવરાયું છે એટલે બહાર કમાડે (બારણે) સાંકળી દીધી છે મામી ને વિનવે છે મામી કમાડ (બારણું)ઉઘાડો કોઈ ગાયો નું ઘણ લૂંટી જતું હોય ત્યારે રજપૂત નો દીકરો આમ છુપાઈ ના બેસે ઝટ કરો ને કમાડ(બારણું) ઉઘાડો પણ કમાડ(બારણું) ના ઉઘાડતા માંગડાવાળાએ કમાડ (બારણું) તોડી નાખ્યું ને ઘોડીએ ચડ્યો ગાયો ની વારે માર્ગમાં પદ્માવતીનું ઘર આયુ મેડી ના ઝરૂખે પદ્માવતી ઉભી હતી પદ્માવતી ને દેખી માંગડાવાળા એ ઘોડો થોભવ્યો પદ્માવતીએ કહ્યું માંગડા મેડી આવ ચોપાટ રમીએ માંગડાએ કહ્યું પદ્માવતી હું ગાયો ની વારે ચડ્યો ચોપાટ રમવા નહીં લાવ પાસા મારા હાથ માં આપ હું દુશ્મન નું માથું ઉતારી (વાઢી) ગાયો પાસી વાળી હાલ પરત(પાસો) આવું છું પસી આપડે આ ઓરડે ચોપાટ રમીશું આ મારા વાળા માંગડાવાળા નું વચન છે પાસા લઇ ને ઘોડો દોડાવી મુક્યો ઘોડો વાયુ વેગે દોડી જેઠવાઓની ફોજ ની આગળ નીકળીને દુશ્મનોને આંબી લીધા ત્યાં જબરજસ્ત યુદ્વ ખેલાયું માંગડાવાળો બાયલ ની બરસીએ વિંધાણો ને સામે બાયલ ચાડવો મરાયો ને એના સાથીઓ ભાગી નીકળ્યા એટલામાં મામા ભાણ જેઠવો ફોજ સાથે આવી પહોંચ્યા માંગડાવાળું માથું ખોળામા લીધું માંગડાવાળાએ કહ્યું મામા સૌને મારા છેલ્લા રામ રામ છે મારી માને કેજો તમારો માંગડો ગાયો વારે ચડ્યો ને વિરગતિ પામ્યો છે મામા તમારા ભાણુભાને એક રજપૂત ને છાજે એવુ મોત મળ્યું છે એટલે તમે કોઈ રોશો નહીં અને આ ચોપાટ ના પાસા પાટણ નગર શેઠ ની દિકરી પદ્માવતી ને આપજો ને એને મારા છેલ્લા જુહાર કેજો એટલું બોલી ને માંગડાવાળાએ પ્રાણ ત્યજી દીધા એ જગ્યાએ તેને અગ્નિસંસ્કાર અપાયા ગાયો તો પાસી આઈ પણ માંગડોવાળાને ખોયા નો વસવશો લઈ વીલા મોઢે ફોજ પાસી ફરી વચ્ચે આવતા નગર શેઠ ની મેડી ના ઝરૂખે ઉભેલી પદ્માવતીએ ફોજ ને આવતા ભાળી...
પાઘડીઓ પચાસ પણ આટાળી એકેય નહીં
નહીં ઘોડો નહીં અસવાર અરેરે મિટે ના ભાળું માંગડો...
ફોજ નજીક આવી પાસા પદ્માવતી ને આપતા માંગડાવાળાનો સંદેશો દીધો
પદમાં તારો પ્રીતાળ હિરણ ની હદ રિયો પણ
ઝાઝા દેજો જુહાર એતો મરતા બોલ્યો માંગડો..
સાંભળતા ની સાથે પદ્માવતી ગાડી બની શાન ભાન ગુમાવી દીધું બાવરી બની ગઈ
સમય ની સાથે આ બાજુ માંગડોવાળો પ્રેત (ભૂત) બની અનેક જણને પરચા દેખાડવા લાગ્યો હતો જે આખા પંથકમાં વાતો થવા લાગી હતી બીજી બાજુ સમય વીતતો હતો પદ્માવતી ગાંડપણ વધે જતું હતું કોઈકે નગર શેઠ ને સલાહ આપી પદ્માવતીના લગન કરી દો એટલે આપોઆપ ઠીક થઈ જશે વાતનો મેળ ખાધો બાજુના નગરના શેઠ ના કદરૂપા દીકરા નું માંગુ આયુ આ નગર શેઠે વાત ને વધાઈ લીધી ને સારા ચોઘડિયા ને મુર્હત જોઈ પદ્માવતી ના લગન લેવાણાં જાન ની વાટ (રાહ) જોવાય છે આ બાજુ જે જાન પરણવા આવતી હતી એ જાને બપોર નું જમણ કરવા વગડે એક મોટા વડ ના છાયા નીચે વિહામો કર્યો જાન ના ઓળાવિયો અરસીવાળો છે એને તરસ લાગી હોવાથી એ વડ ની બાજુમાં વાવ હતી એ વાવમાં પાણી પીવા નીચે ઉતરે છે જેવો ખોબો પાણી નો ભરે ત્યાંતો ઉપરથી લોહી ના ટીપા ખોબામાં પડે છે આવું એક બે વાર આવું થયું ક્ષત્રિય હોવાથી વાત પામી ગયો અહીંયા કઈક છે કોઈ અવગતિયો જીવ લાગે છે એ વાવ ની ઉપર આવી વડ ઉપર જોઈ હાકલ કરી કોણ છે તું ઉપરથી દુહામાં જવાબ આયો
સૌ રોતો સંસાર એને પાંપણીએ પાણી પડે પણ
ભૂત રૂએ ભેકાર એને લોચનીએ લોહી ઝરે...
અરસીવાળો કહે ભૂત કોનું ભૂત
ફરી જવાબ આયો
તું બાપ ને હું બેટડો અરસી કા ઓળખ નહીં
પેલા ભવ ના પાપ જોને આરે ભવમાં આવી નડ્યા....
અરસીવાળો કહે અરે બેટા માંગડા આવી દશા કેમ કરતા થઈ કેમ ભૂત થયો બેટા માંગડાવાળાના ભૂતે સઘળી વાત કરી અરસીવાળો કહે બેટા આ પ્રેતયોની માંથી તને મુક્તિ મળે એનો કોઈ મારગ (ઉપાય) તો હશે ને માંગડો કહે શે કાકા પણ વહમો છે અરસીવાળો બોલ્યો કહે તો ખરો બેટા માંગડો કહે તો સાંભળો કાકા તમે જે માંડવે જાન લઈને જાઓ છો એ પદમાં (પદ્માવતી) સાથે મને ચાર ફેરા ફરવા મળે તો મને આ પ્રેત યોનીમાંથી મુક્તિ મળે અરસીવાળો કહે એતો કેમ બને બેટા તું પ્રેત એ માનવી આ શક્ય નથી સે શક્ય કાકા તમે ધારો શક્ય બની શકે તમારી જાન નો વરરાજો કદરૂપો છે એની જગ્યાએ હું ચોરીમાં બેસી જાઉં ને ચાર ફેરા હું ફરું પસી જાન પરણી વળતા વળે એટલે આ વડ આવે એટલે હું ઉતરી જઈશ આ મારું તમને વચન છે પણ બેટા ભૂત ના સાંભળતા આ જાનવાળા ડરી જશે એ વાત મારી પર છોડી દો કાકા હું બાજુમાં ભુતાવળ થી મહેલ ઉભો કરું છું ત્યાં તમારી આખી જાન જમાડું પસી વાત કરો પસી તો તેમજ બન્યું અરસીવાળો નગર શેઠ પાસે આયો ને કહ્યું બાજુમાં મારા ઓળખીતા નો મહેલ તમને બધાને જમવાનું નોતરું આપ્યું છે જાન આખી ત્યાં જમે છે ધીરે રહીને નગર શેઠ ને અરસીવાળો વાત કરે છે શેઠ આવો કદરૂપો વરરાજો લઈ આપડે જાન લઈને તો જઈએ છીએ પણ કદાચ છોકરી બાપો આવો મુરતીયો જોઈ કન્યા નહીં પરણાવે તો આબરૂ જશે હો નગર શેઠ ને અરસીવાળા ની વાત માં દમ લાગ્યો એટલે આનું કરવું એ અરસીવાળાને પૂછ્યું એટલે અરસીવાળાએ કીધું આ મહેલ નો ઘરધણી બહુ રૂપાળો છે મારા ઓળખીતા એને જો વરરાજો બનાઈ લઈ જઈએ તો મેળ પડી જાય અને વળતા અહીંયા એમને અહીંયા ઉતારી દઈશું જો તમે કેતા હોય તો વાત કરું નગર શેઠ સાથે આખી જાન અરસીવાળાની વાત માં સંમત થઈ ગઈ રૂપરૂપનો અંબાર કરી માંગડાવાળો વરરાજો બની પદ્માવતીને પરણવા પહોંચ્યો ચોરીએ પદ્માવતી આઈ ત્યાં સુધી પદ્માવતી ને ભાન નતું પણ જ્યાં મુરતિયા સામું જોયું ને વરરાજા ના રૂપ માં માંગડો દેખાણો પદ્માવતીને હૈયે હરખ હમાતો નતો ઘડીક આમ વિચારે ઘડીક આમ વિચારે શું કોઈ મહાપુરુષે અંજલી છાંટી માંગડાને સજીવન કર્યો હશે આવા બધા વિચારો વચ્ચે સમય જતો રહ્યો ને જાન પરણી ને વિદાય થઈ જાન એ વડલે જાન આઈ એટલે માંગડોવાળો વચન પ્રમાણે ગાડાંમાંથી ઉતરી ગયો ને પદ્માવતી ની બાજુમાં પેલો કદરૂપો વરરાજો બેસી ગયો આ જોઈ પદ્માવતી પણ ગાડામાંથી કૂદકો મારી ઉતરી ગઈ જાન વાળા સમજાવા લાગ્યા અરસીવાળો પણ સમજાવે પણ પદમાં સમજતી નહીં હું તો માંગડા ને પરણી છું એટલે હું માંગડા સાથે જઈશ અરસીવાળો કહે બેટા એતો માંગડા નું ભૂત હતું ભૂત ના ડર થી આખી જાન ત્યાંથી નાસી ગઈ હવે અરસીવાળો ને પદ્માવતી બન્ને ઉભા ઉભા રકજક કરે છે પણ પદ્માવતી નથી માનતી એટલે અરસીવાળો કહે છે ઓળાવિયા તરીકે જાન ને સહી સલામત પાછી પહોંચાડવી મારી જવાબદારી છે એમાં હું નિષ્ફળ રહ્યો એટલે મોત ને વાલુ કરું છું એમ કહી ને કટાર પેટ ઘાલી પ્રાણ ત્યજી દીધા હવે તો પંથક માં પદમાં ને માંગડા ની વાતો થવા લાગી હતી રાત્રે તો ઠીક પણ લોકો ત્યાંથી દિવસે નીકળતા બીવાતા દિવસે પણ વડ નીચે ભેકાર લાગતું ને રાત્રે ત્યાં મહેલ બનતો હતો
વડલા તારી વરાળ પાને પાને પરઝળી પણ
હું કયા જઈ ઝપાવું ઝાળ મને ભડકા લાગેહ ભૂત ના....
દિવસે પદ્માવતી એકલી ઝૂરતી ને રાત્રે માંગડો ભુતાવળ થી મહેલ ઉભો કરતો એ મહેલમાં પદ્માવતી માંગડા સાથે મળી ચોપાટ રમતા
દિવસો ને વર્ષો વીતતા હતા એક રાત્રે બે ઘોડે અસવાર જંગલમાં ભૂલા પડ્યા છે મારગ જડતો નહીં એવામાં આશા અજવાળે એક કાદવ માં બેઠેલી ભેંસ દેખાણી બન્ને જણે વિચાર્યું આજે તો આ ભેંસ ના દૂધ નું વાળું કરવું છે એ જ્યાં લઈ જાય ત્યાં જવુ છે ભેંસ ઉઢી હાલવા લાગી બન્ને જુવાનો ભેંસ પાછળ પાછળ ચાલવા લાગ્યા ઘણું ચાલ્યા પસી એક દરબાર ગઢ જેવો મહેલ દેખાયો ત્યાં ભેંસ જઈ ઉભી રહી બન્ને જણ ત્યાં જઈ ઉભા રહ્યા એક જુવાન દરબાર ગઢ માંથી બહાર નીકળ્યો બન્ને જુવાનોને બથ ભરી મળ્યો બેસાર્યા ને ઘોડા ગમાણમાં બાંધી લીધા એક સ્ત્રી બહાર નીકળી આ બે જુવાનો વિચારે આવા વનવગડે આ લોકો કોણ હશે સ્ત્રી કે પુરુષ બન્ને માંથી કોઈપણ કાય બોલતું નથી વાળું (જમવાનું) તૈયાર થયું એટલે બન્ને જણને ભાવ થી જમાડ્યા ને પથારી કરી સુવાની વ્યવસ્થા કરી એ જુવાન ને એ સ્ત્રી બન્ને અંદર ઓરડા માં સુવા જતા રહ્યા બહાર મેમાનખંડ માં સુતેલા બન્ને યુવાનોને ઉંઘ આવતી નથી અંદર ઓરડામાં પુરુષ કોઈ દર્દ થી પીડાતો હોય એમ કણસતો હતો એવો અવાજ સંભળાય છે બન્ને જણ ને પથારીમાં પડખા ફેરવતા ફેરવતા વિચાર કરતા હતા ઘરઘણી કોઈ દુઃખ હોય એવુ લાગેહ છે બન્ને જણ ને ઉંઘ આવતી નતી વિચારોમાંને વિચારોમાં મોડી રાત્રે ઉંઘ આઈ સવાર થયું સૂર્યદેવ સવાપોર ચડ્યા ત્યારે બન્ને જુવાનોની આંખ ઉઘડી જોયું તો નહીં દરબાર ગઢ કે મહેલ અહીંયા તો વનવગડો એ વડલો એના મુળીએ બાંધેલા ઘોડા બન્ને જણ એક બીજા સામું જોઈ મલકાણા એ આખી વાત પામી ગયા બન્ને જણ કહે આપડે આમ ભાગી ના જવાય આપડે એમનું અન્ન ખાધું છે એનું દુઃખ મટાડવું જોઈ ફરી એ જુવાનો રાત પડવાની રાહ જોવા લાગ્યા ફરી એજ ઘટના બની એ ભેંસ દેખાણી બન્ને જણ પાછળ પાછળ જાય છે એ દરબાર ગઢ આયો જુવાન બહાર આયો ભેટી મળ્યો ઘોડા તબેલામાં બાંધી દીધા એ સ્ત્રી દેખાણી વાળું તૈયાર થયું જમવા બેઠા જમી ને ઉભા થઈ પેલો માણસ અંદર ઓરડામાં જવા જાય ત્યાંતો બે જુવાનો આડા થઈ ઉભા રહ્યા ને કહ્યું તમે કોણ છો અને આખી રાત કેમ કણસો છો શું તકલીફ (દુઃખ) છે તમને પેલો યુવાન પ્રથમ વખત બોલે ને કહે છે એ બધું જાણી તમારે શું કામ છે તમતમારે રાત રોકાઓ અને જ્યાં જવુ હોય ત્યાં નીકળી જજો ત્યાં પેલા જુવાનો કહે છે ના અમે તમારું અન્ન ખાધું છે એટલે તમારી તકલીફ દુર કરવી અમારી ફરજ છે એટલે પેલો ઘરઘણી બોલ્યો જુવાનો બીસો તો નહીં ને અને ડર નહીં લાગેહ ત્યારે પેલા જુવાનો કહે તોતો આજે ફરી અહીંયા આવોતજ નહીં તો સાંભળો જુવાનો હું માંગડાવાળો અને આ છે પદ્માવતી છે પસી આખી વાત કરે છે યુવાનો પૂછે છે તો પસી રાત્રે કણસોસો કેમ તો માંગડાવાળો કહે બાયલ ચાડવા ની બરસી ની અણી મારા હાડકામાં ખુપેલી છે એટલે કણસું છું એમાં થી મુક્તિ મેળવવા નો કોઈ ઉપાય માંગડો ઉપાય બતાવાની ના પાડે છે એટલે પેલા જુવાનો સમજાવે છે કે જોવો કાલે પદ્માવતી ને ઘડપણ આવશે એ જતી રહસે તમે કયા સુધી ભૂત બની ભટકશો આ પદ્માવતી ને પણ સમજાવે છે એટલે એ બન્ને સમજી જાય છે માંગડો એની મુક્તિ નો મારગ બતાવે છે અહીં વડલા નીચે થી એ બરસી ની અણી ખુપેલું મારુ હાટકું ગોતી બરસી ની અણી ઘાઢી એ હાટકું કોઈ દામાકુંડ માં પધરાવે તો મને આ પ્રેત યોનીમાંથી મુક્તિ મળે આટલી કહી માંગડાવાળો ઓરડામાં સુવા જતો રહ્યો આ બાજુ બન્ને યુવાનો પણ સુઈ જાય છે સવારે એજ પરિસ્થિતિ ઘોડા વડ નીચે બાંધેલા છે બન્ને જણ વડલાના મુળ ને ઓશીકા કરી સુતેલા હતા બન્ને યુવાનો અને પદ્માવતી વડ ની જ્યાં માંગડા ને બાળ્યો હતો ત્યાં હાડકું ગોતે છે બરસી ની અણી (કણસ) ઘાઢી ત્રણ જણ દામાકુંડ હાટકું પધરાવા જાય છે કહેવાય છે પદ્માવતી પણ જળ સમાધિ લે છે અને આ બાજુ કાળી મેઘલી રાત જામી છે એક નગર ના બાદશાહ ને એની હુરમ બન્ને મહેલના ઝરૂખે ઉભા છે વાતો કરે છે બાદશાહ કહે બેગમ આવી મેઘલી રાતે કોણ જાગતું હશે હુરમ કહે છે બીજું કોણ જાગે પણ તમે જેની નિંદર હરામ કરી છે એ મારા જીભ ના માનેલા ભાઈ જેસાજી ને વજાજી જાગતા હશે તમે એમને રેવા સુવા નું ઠેકાણું કયા રેવા દીધું છે એટલે તો એ બારવટે ચડ્યા છે બાદશાહ કહે સાચી વાત બેગમ તમારી અત્યારે મને એમનું સુરાતન સમજાય છે તમે એમને સાદ કરો એ હાજર થાય તો અત્યારેજ એમનું બારવટુ પાર પાડું પણ બેગમ કહે પણ અત્યારે એ અહીં કયા હશે બાદશાહ કહે પણ તમે સાદ તો પાડો બેગમ સાદ પાડે છે એ જેસાજીભાઈ એ વેજાજીભાઈ બે વખત સાદ પાડે ત્યાંતો નીચે અવાજ આવે છે એ હા રાણી માં જાગીએ છીએ બેગમ પૂછે છે તમે અત્યારે શું કરો છો નીચેથી જવાબ આવે છે રાણી બા બાદશાહ ની ચોકી કરીએ છીએ બાદશાહ ની રખવાળી પણ એતો તમારા દુશ્મન છે નીચે થી જવાબ આવે છે એતો દિવસે દુશ્મન રાણી માં આ બાદશાહે ચારે તરફ વેર બાંધ્યા છે કોઈ એમને મારી જાય એનું આળ અમારા ઉપર ના ચડે એટલે અમે ચોકી કરીએ છીએ કારણકે અમારી મથરાવટી મેલી એટલે બેગમ પૂછે છે રોજ ચોકી કરો છો તો નીચે થી જવાબ કહે ના આવી કોઈ મેઘલી રાત હોય ત્યારેજ બાદશાહ આ વાત સાંભળી ખુશ થયા ગયા વાહ દુશ્મનના પણ રખોપા અને બેગમ પાસે કેવરાવ્યું એમને મહેલ માં બોલાવો અત્યારેજ બારવટુ પાર પાડું બેગમ કહે બાદશાહ કેવરાવે છે મહેલમાં આવો બાહરવટુ પાર પાડે છે એટલે નીચે થી જવાબ આવે એમ રાત અંધારામાં બાહરવટા પાર ના પડે બાદશાહને કેજો બાહરવટા પાર પડાવા હોય તો ધોળા દિવસે માંગડાવાળાના વડે કેણ મોકલે ભલે અવાજ આવતો બંધ થઈ ગયો સવાર પડે ને માંગડાવાળા ના વડ નીચે પેલા બે યુવાનો દામાકુંડ જઈ વિધી કરીને પાસા આવીને ઉભા હોય છે ત્યાંતો બાદશાહ ના ઘોડે અસવારો આવી પેલા બાદશાહ નો સંદેશો કહે છે તમારું બહારવટુ પાર પાડવાનું હોઈ બાદશાહે તમને ગઢ (મહેલ) માં તેડાવ્યા છે આ બાજુ માંગડાવાળા ને પ્રેતયોની માંથી મુક્તિ મળે છે આ બાજુ પેલા બે જુવાનો જેસાજી વેજાજી નું બહારવટુ પાર પડે છે
કહેવાય છે મેઘલી રાત્રે મહેલ ના ઝરૂખે ઉભેલા બાદશાહ ને બેગમ ને જેસોજી ને વેજોજી બની હોંકારો આપનાર માંગડાવાળા નું પ્રેત(ભૂત) હતું જે બે યુવાનો માંગડા ની મુક્તિ માટે દામાકુંડ ગયેલા હોય છે એ બહારવટીયા જેસોજી અને વજોજી હોય છે આ માંગડો એમનું રૂપ લઇ એમનું બાહરવટુ પાર પડાવે છે.....
આ વાર્તા સૌરાષ્ટ્ર ની રસધાર પુસ્તક પર આધારિત છે.
"ભૂત રૂએ ભેકાર"
લેખક : ઝવેરચંદ મેઘાણી
વિશેષ નોંધ = જો તમને લાગે કે તમે આ માંગડાવાળા જેવા છો અથવા તમને એવુ લાગે તમારી પ્રિયતમા પદમાં (પદ્માવતી) જેવી છે તો જ આવી રીતે રીલો બનાવો બાકી આવા ઇતિહાસ ના પાત્રો બદનામ થાય એવી રીલો ના બનાવી જોઈએ આપણો ગૌરવંતો ઇતિહાસ સચવાય એવું કરવું જોઈએ એને તોડી મરોડી રજુ ના કરાય....
Content Writer
- Mahendra Thakor (Facebook Post)
પોસ્ટ ગમે તો શેર જરૂર કરજો🙏
bhut ruve bhekar
meghani book
Padma
padma song
vir mangdavalo
પદમાં
પદ્માવતી
વીર માંગડાવાળા
વીર માંગડાવાળાની પ્રેમ કથા
સૌરાષ્ટ્ર ની રસધાર
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment