લાઇફસ્ટાઇલ ડેસ્ક: દરેક મહિલાઓ પોતાની કેટલીક ખાસ આદતોને લઇને હેરાન રહેતી હોય છે. ક્યારેક તો એવું પણ બને છે કે તે પોતાની આ આદતોના કારણે ખાસ કરીને તેમના પતિને કે અન્ય પુરુષોને ઇરિટેટ કરી દેતી હોય છે. તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય પણ તમારી કેટલીક આદતો અન્ય વ્યક્તિને માટે હેરાનગતિનું કારણ બની શકે છે. ઘણીવાર તો તમારી આ આદતો એટલી સામાન્ય હોય છે કે તેનો તમને ખ્યાલ પણ હોતો નથી. આજે અહીં તમારા માટે આવી જ વાતોને લાવવામાં આવી છે જેને તમે ધ્યાનથી માર્ક કરશો તો તમને લાગશે કે તમે તેને એકલામાં કરો તો સારું રહે છે. શક્ય છે કે મહિલાઓને સ્પર્શતી આ વાતો પુરુષોને માટે ચિઢનું કારણ બને. જ્યારે તમે અજાણતાં પુરુષોની સામે આ પ્રકારની હરકતો કરો છો તો તેઓ તમારાથી દૂર જાય તે પણ શક્ય છે.
- જો તમે પ્લકરનો ઉપયોગ કરવા ઇચ્છો છો અને તમારી આઇબ્રોને સુધારવા માંગો છો તો આ કામ તમારે તમે એકલા હોવ ત્યારે કરવું જોઇએ. અથવા તો ઘરના અન્ય રૂમમાં કરવું જોઇએ. આ જ રીતે જો તમે અપરલીપને બ્લીચ કરવા ઇચ્છો છો તો તેને પણ તમે એકલા હોવ ત્યારે જ કરો. તમે તમારા પતિની સામે આ કામ કરવાનું ટાળો. તમારા આ કામ તેમને ગમતા નથી.
Comments
Post a Comment