- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ઘરે બેઠા આરોગ્ય લક્ષી સેવા આપનાર 108 અને તેની સાથે સલગ્ન 181 અભિયમ,આરોગ્ય સંજીવની યોજનામા શ્રેષ્ઠ કામગીરી બજાવનારમહેસાણા,સાબરકાઠા,બનાસકાંઠા,ગાંધીનગર,અમદાવાદના 42 વ્યકિતઓને શુક્રવારે મહેસાણા ખાતે સન્માનીત કરાયા હતા.જેમા આંતરિયાળ વિસ્તારોમા કે જ્યા આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ નથી તેવા ગામડાઓમા આરોગ્યની સેવા મળે તે માટે કાર્યરત આરોગ્ય સંજીવની યોજના અંતર્ગત 108ના કો.ઓડિનેટર અમરીષ વૈધ અને તેમનો સ્ટાફ બનાસકાંઠાના ગોતરકા આરોગ્ય સંજીવની મોબાઇલમા કાર્યરત છે.
ભારે વરસાદ દરમિયાન અહી ગોતરકા ગામ ટાપુમા ફેરવાઇ ગયો હતો અને ગામજનોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બન્યુ હતુ.ગામજનો જીવ બચાવીને મકાનોના ધાબા પર ચઢી ગયા હતા તે સમયે ઉભી થયેલી આરોગ્યલક્ષી જરુરીયાતને પહોચી વળવા અમરીષ વૈધની ટીમ ધોવાયેલા માર્ગો વચ્ચે ગામજનો સુધી પહોચી રોગચાળો ફેલાતો અટકાવ્યો હતો. જેથી તેમને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
વાવનું રામપુરા વરસાદી વાવાઝોડા વચ્ચે પાણીમાં હતુ ત્યારે એક મકાન નીચે મફાભાઇ નામના વૃધ્ધ દટાયા હતા. 108ના ઇએમટી રમેશભાઇ પ્રજાપતિ અને પાયલોટ બિપીન ત્રિવેદીએ જીવના જોખમે ગામમાં જઈ ઇજાગ્રસ્ત વૃધ્ધને બહાર કાઢી પ્રાથમિક સારવાર બાદ ભાભર સીએચસીમાં વધુ સારવાર માટે ખસેડ્યા હતા. આ કામગીરી બદલ રમેશ પ્રજાપતિ અને પાયલોટ બિપીનને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
માર્ગમાં જ મહિલાની પ્રસુતિ કરાવી
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાંસા લોકેશનમા 108મા કાર્યરત આરતી ચૌહાણ ગત 10ઓગષ્ટ, 2015 રાત્રે 9.25 કલાકે કોલ મળતા જ ઓઢવ ગામે પહોચી ગર્ભવતી શિલ્પાબેન ઠાકોરને 108મા લીધા હતા.જોકે, કેટલેક અંતર દૂર મહિલાને પ્રસૃતિની પીંડા ઉભી થતા મહિલાની હાલત ગંભીર બની હતી.108મા જ પ્રસૃતિ કરાવવાનો તાત્કાલિક નિર્ણય લેનાર આરતી ચૌહાણે કોલ સેન્ટરમાં હાજર તબીબના માર્ગદર્શનથી મહિલાની સફળ પ્રસુતિ કરાવી દીધી હતી.
તાવ આવેલ 4 વર્ષના બાળકને સલામત સારવાર
ટ્રાફિક અકસ્માતની શ્રેષ્ઠ કામગીરી બદલ અત્યાર સુધીમા 8 એવોર્ડ મેળવી ચુંકેલા મહેસાણા સર્કીટ હાઉસ નજીકના પોઇન્ટની 108 એમ્બ્યુલન્સના ઇએમટી મેહુલ સોલંકી 1 ઓગષ્ટ બપોરે 3 કલાકે કોલ મળતા પાયલોટ ફુલસિંહ ઠાકોર સાથે મહેસાણાના 4વર્ષના નવિન ઠાકોરના ઘરે પહોચયા હતા.અહી તાવથી તડફડતા નવિનને પ્રાથમિક સારવાર આપી 108મા સિવિલમા લઇ જવા નીકળ્યા હતા પરંતુ રસ્તમા બાળકની હાલત કથળતા ઇઆરસીપીના માર્ગદર્શન હેઠળ જરૂરી સારવાર આપી હતી.શ્રેષ્ઠ કામગીરી બદલ મેહુલ સોલંકીને એવોર્ડથી સન્માનિત કરાયો હતો.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment