રાજકોટ મેચની 18 હજાર ટિકિટ ખરીદશે પાટીદારો,.. તો 50 હજાર લોકો કરશે દેખાવો

Image result for patidar in rajkot cricketરાજકોટઃ શહેરમાં આગામી 18 ઓક્ટોબરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે મેચ રમાનાર છે. આ મેચમાં પાટીદારો અનામત આંદોલનને લઇ વિરોધ કરવાના છે. આજે હાર્દિક પટેલ અને તેની ટીમ રાજકોટમાં છે. ત્યારે હાર્દિકના સાથીદાર દિનેશ બાંભણિયાની દિવ્યભાસ્કરડોટકોમ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, અમે કુલ 18 હજાર ટિકિટનું લક્ષ્ય રાખ્યું છે. જેમાંથી 6 હજાર ટિકિટ બુક થઇ ગઇ છે. રોજ પાટીદારો દ્વારા ટિકિટો ખરીદવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. જો મેચમાં એન્ટ્રી નહીં મળે તો સ્ટેડિયમ બહાર 50 હાજર જેટલા લોકો એકઠા થઇ વિરોધ નોંધાવશે. 
 
રાજકોટમાં રમાનારી વન ડે મેચને લઇ ક્રિકેટરો જેટલી જ પાટીદારો અને પોલીસે તૈયારીઓ કરી છે. મેચમાં અનામત આંદોલન છવાશે તે વાત નક્કી છે. હાર્દિક પટેલ પોતે મેચમાં હાજર રહેશે અને ડ્રેસ કોડ સાથે દેખાવો કરશે. હાલ મોટી સંખ્યામાં પાટીદારો મેચની ટિકિટની ખરીદી કરી રહ્યા છે અને 18 હજાર ટિકિટ ખરીદવામાં આવશે. તમામ લોકો નક્કી કરેલા ડ્રેસ કોડમાં આવી વિરોધ પ્રદર્શિત કરશે. જો એન્ટ્રી નહીં અપાય તો 50 હજારથી વધુ પાટીદારો સ્ટેડિયમ બહાર દેખાવો કરશે. 

Comments