પ્રથમ ટી-20માં પરાજય માટે ધોનીએ કોને જવાબદાર ગણાવ્યા, જાણો અત્યારે

પ્રથમ ટી-20માં પરાજય માટે ધોનીએ કોને જવાબદાર ગણાવ્યા, જાણો અત્યારેધર્મશાલા : દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી-20માં થયેલા પરાજય માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ બોલરોને જવાબદાર ગણાવ્યા છે. ધોનીએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બોલરો સાતત્યતાપૂર્ણ બોલિંગ કરી શક્યા ન હતા. આ ઉપરાંત અમ્પાયના ખરાબ નિર્ણયોને પણ પરાજયનું કારણ ગણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે પ્રથમ ટી-20માં દક્ષિણ આફ્રિકાને 200 રનનો પડકાર હોવા છતા 3 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો.

ધોનીએ જણાવ્યું હતું કે, ‘‘એકસમય એવો આવ્યો હતો, જ્યારે અમે વધારે રન આપી દીધા હતા, જેના કારણે બોલરો ઉપર દબાણ આવી ગયું હતું. કોઈપણ ઓવરમાં જ્યારે 20થી વધારે રન આવે ત્યારે બોલરો ઉપર વધારે દબાણ આવે છે. આવી વિકેટ અને આવા મેદાન ઉપર પ્રદર્શન ઘણું મહત્વપુર્ણ હોય છે, અમે વધારે સારુ કરી શક્યા હોત. અમારે હરિફ ટીમને ખોટો શોટ રમવાની લાલચ આપીને વિકેટ લેવી પડશે. ’’
 
 
4 ઓવરમાં 45 રન આપનાર અક્ષર પટેલનો ધોનીએ બચાવ કરતા કહ્યું હતું કે, ‘‘અક્ષર સારી બોલિંગ કરે છે તે લેફ્ટી અને રાઇટ હેન્ડ બેટ્સમેનોને કાબુમાં રાખી શકે છે. હું આ મેચમાં રૈના પાસે બોલિંગ કરાવી શક્યો હોત પણ સ્થિતિ જોતા અહી બોલિંગ ઘણી મુશ્કેલ હતી.  ઝાકળે પણ પરાજયમાં ફાળો ભજવ્યો છે.’’

Comments