સરકારની દિવાળી ગિફ્ટઃ રૂ. 21,000 સુધીના પગારદારને મળશે બોનસ


કેન્દ્રિય કેબિનેટની આજે-બુધવારે યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ માસિક રૂ. 21 હજાર સુધીનો પગાર મેળવનારા કર્મચારીઓને પણ બોનસ મેળશે. અત્યાર સુધી આ મર્યાદા ફક્ત રૂ. 10,000 હજાર હતી. કેબિનેટે આ સાથે બોનસની મહત્તમ મર્યાદા વર્તમાન રૂ. 3,500થી વધારી રૂ. 7,500 કરવાનો નિર્ણય પણ  કર્યો છે.
દિવાળીની ગિફ્ટ તરીકે કેન્દ્રિય કેબિનેટે બોનસ પેમેન્ટ એક્ટ, 1965માં સુધારો કરવા માટેના વિધેયક અંગે વિચારણા કરવાનો નિર્ણય કર્યો છે. વિધેયકના આ પ્રસ્તાવ અંતર્ગત બોનસ મેળવવા માટે વેતન મર્યાદા માસિક રૂ. 10,000થી વધારી રૂ. 21,000 કરવામાં  આવી છે.  જ્યારે બોનસની મહત્તમ મર્યાદા રૂ. 3,500થી વધારી રૂ. 7,500 કરાઈ છે.

Comments