સ્માર્ટફોન કે ટેબલેટ વાપરતા હોય તો જરૂર ધ્યાન રાખો આ 5 ખાસ નિયમો

માર્કેટમાં ધણીવાર યૂઝર્સને સ્માર્ટફોનમાં બર્સ્ટ થવાની કે ગરમ થવાની ફરિયાદો રહેતી હોય છે. જેના કારણે તેમણે નુકસાની વેઠવી પડતી હોય છે. માટે યૂઝર્સે ઈલેકટ્રીક ગેજેટ્સ વાપરવાની સાથે નાની મોટી ભૂલો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ધ્યાન કેન્દ્રીત કરતાં યૂઝર્સ આવી નુકસાનીમાંથી બચી શકે છે. તો તમે પણ જાણો કે દરેક યૂઝર્સને બજારમાંથી સ્માર્ટફોન કે ટેબલેટ વાપરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી જરૂરી વાતો.. 

1) તમે સ્માર્ટફોન કે ટેબલેટની બેટરી રિપ્લેશ કરાવવા માંગતો હોય તો ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી હેન્ડસેટની ઓરિજીનલ બેટરી જ જોઈને ખરીદી કરો. જો તમે ડુપ્લીકેટ બેટરી લેશો તો તેની ગેરંટી કોઇ નથી આપતું, આવી બેટરી સેફ્ટી સ્ટાન્ડર્ડ પાસ થઇને નથી આવી હોતી. જોકે, ઓરિજીનલ બેટરી મોંઘી હોય છે.

2) તમારો હેન્ડસેટ ચાર્જ થઇ રહ્યો હોય તો ઈયરફોનનો ઉપયોગ ન કરો કારણ કે ચાર્જિંગ દરમિયાન પહેલાથી જ ફોનમાં હીટ જનરેટ થતી હોય છે, અને ઈયરફોનમાં પણ હીટ જનરેટ થાય છે. આવા સમયે ડિવાઇસમાં બ્લાસ્ટ થવાનો ખતરો ઉભો થાય છે.

3) તમારી પાસે સ્માર્ટફોન અને ટેબલેટ બન્ને ડિવાઇસ હોય તો બન્નેના ચાર્જર જુદા રાખવા હિતાવહ છે. કારણ કે બન્ને ડિવાઈસમાં પાવરની રિક્વાયરમેન્ટ અલગ હોય છે. વધુ ઓછો પાવર તમારા ગેજેટને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાંક ટેબલેટમાં વધુ પાવરના ચાર્ડર વપરાય છે.

4) તમારા સ્માર્ટફોનની બેટરી જલ્દીથી ખરાબ થઇ રહી હોય કે ફૂલી રહી હોય તો તેને જલ્દીથી બદલી દેવી જોઈએ કારણ કે જો આવા સમયે જો બેટરીને જલ્દીથી બદલવામાં ના આવે તો સ્માર્ટફોન કે ટેબલેટમાં બ્લાસ્ટ પણ થઇ શકે છે.

5) કેટલીક વાર પાવર આઉટલેટ વધુ ઉંચું હોવાના કારણે યૂઝર્સ પોતાના હેન્ડસેટને વાયર (તાર)થી લટકાવી દે છે. તો વળી કેટલીકવાર હેન્ડસેટને ચાર્જરના વાયરથી હવામાં લટકાવી દે છે. આવું કરવાથી ફોનનું પાવર કન્ડક્ટર ડેમેજ થઇ શકે છે, જો પાવર કન્ડક્ટર ડેમેજ થાય તો યૂઝર્સ અને હેન્ડસેટ બન્નેને ખતરો પેદા થાય છે. 

Comments