માત્ર 598 રૂ.માં મળતા કોમ્પ્યૂટરનું બુકિંગ શરૂ, ફિચર્સ જાણવા કરો ક્લિક

દુનિયાના સૌથી સસ્તા કોમ્પ્યૂટરનું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે. આ કોમ્પ્યૂટરની કિંમત માત્ર 9 ડોલર એટલે કે 598 રૂ. છે. દુનિયાના સૌથી સસ્તા કોમ્પ્યૂટર C.H.I.P (કોમ્પ્યૂટર હાર્ડવેર ઇન પ્રોડક્ટ્સ) બનાવવા માટે Next Thing કંપનીએ લોકો પાસેથી પૈસા જમા કરવા માટે C.H.I.P પ્રોજેક્ટ કિકસ્ટાર્ટર નામની ક્રાઇડફંડિગ વેબસાઇટ પર નાખ્યું હતું. આ પ્રોજેક્ટ માટે આખી દુનિયાના લગભગ 39,560 લોકોએ મળીને 13.70 કરોડ રૂ. જમા કર્યા છે. કંપનીની વેબસાઇટ પર આ ડિવાઇસની પ્રી બુકિંગ શરૂ થઈ ગઈ છે.

આ ડિવાઇસ પર કોમ્પ્યૂટરની જેમ જ ઇન્ટરનેટ ચલાવી શકીએ છીએ. તેમાં વાઇફાઇ તેમજ બ્લુટ્રુથ પણ છે. આમાં LibreOffice પણ આપવામાં આવશે જેની મદદથી તમે વર્ડ પર કામ શરૂ કરી શકશો.


આ કોમ્પ્યૂટરના ફિચર્સ નીચે પ્રમાણે છે...\


  • કોમ્પ્યૂટરમાં 1GHzનું R8 ARM પ્રોસેસર હશે
  • તમામ ઇન્ટરનલ મેમરી 4GB અને રેમ 512MB હશે
  • આ ડિવાઇસમાં કનેક્ટિવિટી માટે wi-fi અને બ્લુટ્રુથ હશે
  • આ ડિવાઇસમાં માઇક્રોફોન જેક અને હેડફોન જેક હશે
  • આમાં ટીવી સાથે કનેક્ટ કરતું એક વિડિયો આઉટપુટ ઓપ્શન પણ હશે

Comments