અનામત આંદોલન: નીતિશ કુમારના નામે હાર્દિક પટેલ ચરી ખાય છે, જેડીયુ નેતાનો આક્ષેપ

અમદાવાદ: હાર્દિક પટેલ દ્વારા વારંવાર લેવાતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નામ અંગે ગુજરાત જેડીયુના વાઈસ પ્રેસિડેન્ટે હાર્દિક પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હાર્દિક પોતાનો વ્યક્તિગત એજન્ડા પાર પાડવા માટે નીતિશ કુમારના નામનો દૂરુપયોગ કરે છે.

દિવ્યભાસ્કર ડોટ કોમ સાથેની વાત-ચીતમાં ગોવિંદ જાદવે જણાવ્યું હતું કે, હાર્દિક ગમે તેને ટેકો આપવાની વાત કરે પરંતુ સામે ટેકો લેનાર તો એને ઓળખતો હોવો જોઈએ ને? કાલે ઉઠીને હાર્દિક નરેન્દ્ર મોદી કે જય લલિતાને ટેકો આપુ છું. પરંતુ તેના ટેકાની કોઈને ખબર તો હોવી જોઈએ ને. હાર્દિક પટેલ બીજા નેતાઓની ગુડવિલને એનકેશ કરવાનો પ્રયાસ કરે છે. હાર્દિક પટેલમાં હજૂ છોકરમત છે. પરંતુ તેની પાછળ વિશ્વ હિન્દુ પરિષદ પાવરફૂલ કામ કરી રહી છે. હાર્દિક પટેલ જાતિવાદ ફેલાવી રહ્યો છે. એટલે તેની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ કરવો જોઈએ.

Comments