- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
કોણ છે અજિંક્ય ગોડસે?
પૂનામાં નથુરામ ગોડસેના ભત્રીજા નારાયણ ગોપાલ ગોડસે જેઓ નાના ગોડસેના
નામથી જાણીતા છે તેઓએ નથુરામ ગોડસેની મહત્વપૂર્ણ ચીજો સંભાળીને રાખી છે.
નાના ગોડસેની ઉંમર થતા હાલ તેમણે આ તમામ જવાબદારી પોતાના પુત્ર અજિંક્ય
ગોડસેને આપી છે. નથુરામ ગોડસેના વિલ વિશેની વધુ રસપ્રદ વાતો તથા તેમનો
પરિવાર નિર્વાણ દિવસને કેવી રીતે મનાવે છે તેની માહિતી આપી હતી.
‘જેઓ નથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત માને છે તેઓ શ્રદ્ધાથી તેમને યાદ કરે છે’
હિન્દુ મહાસભા નથુરામ ગોડસેના નિર્વાણ દિનને બલિદાન દિવસ તરીકે
ઉજવવાનું આયોજન કરી રહ્યું છે તેના વિશે અજિંક્ય ગોડસેએ જણાવ્યું કે,
અત્યાર સુધી એમને સત્તાવાર કે બિનસત્તાવાર રીતે કોઈ કોમ્યુનિકેશન કરવામાં
આવ્યું નથી. બલિદાન દિવસ ઉજવવા અંગે એમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,
જે લોકો માને છે કે નથુરામ ગોડસે રાષ્ટ્રભક્ત હતા તેઓ પોતાની શ્રદ્ધાથી
ભગવાન કે શિવાજી મહારાજને યાદ કરે છે તેવી રીતે નથુરામજીને યાદ કરશે તે
સારી બાબત છે અને અમે તેનું તેઓ સ્વાગત કરીએ છીએ.
શું હતી નથુરામ ગોડસેની અંતિમ ઈચ્છા?
નથુરામ ગોડસેને જ્યારે ૧૫ નવેમ્બર ૧૯૪૯માં ફાંસી આપવામાં આવી તે પહેલા
તેઓએ પોતાની અંતિમ ઈચ્છા અંગેની વાત પોતાના વિલમાં કરી હતી. તેના વિશે
જણાવતા અજિંક્ય ગોડસેએ જણાવ્યું કે, તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમના
અસ્થિનો કેટલોક ભાગ સિંધુ નદી જ્યારે અખંડભારતમાં વહે ત્યારે તેમાં
પધરાવવી. તેમણે વિલમાં એમ પણ લખ્યું છે કે આ પરિસ્થિતિનું નિર્માણ થવામાં
અનેક પેઢીઓ લાગી શકે છે. તેમણે લખ્યું છે કે આવનારી પેઢીઓને મારી અંતિમ
ઈચ્છા વિશે જણાવતા રહેજો. જેમ હિન્દુ પૌરાણીક માન્યતાઓ અનુસાર અસ્થિ
વિસર્જન ન થાય ત્યાં સુધી આત્માને મુક્તિ નથી મળતી આમ તેઓએ જાતે જ પોતાની
અંતિમ ઈચ્છા દ્વારા પોતાના આત્માને બંધનમાં રાખ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નથુરામ ગોડસે હિન્દુસ્તાનના ભાગલા ન થાય તેના
હિમાયતી હતા. ભાગલા બાદ સીંધુ નદી મોટાભાગે પાકિસ્તાનમાં વહે છે. સીંધુ નદી
એશિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક છે. હિમાલયમાં ઉદગમસ્થાન ધરાવતી આ નદી
જમ્મુ-કાશ્મીરમાં માત્ર પાંચ ટકા વહે છે જ્યારે બે ટકા ચીનમાંથી વહે છે.
નથુરામ ગોડસેએ અંતિમ ઈચ્છા દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેમના આત્માને
ત્યારે જ શાંતી મળશે જ્યારે પાકિસ્તાન પરત ભારતનો એક ભાગ બની જાય. અને આવી
પરિસ્થિતિનું નિર્માણ થવામાં અનેક પેઢીઓ પણ નીકળી જશે તેનો પણ ઉલ્લેખ તેમના
વિલમાં જોવા મળે છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment