ટ્રાન્સપોર્ટ હડતાળનો પાંચમો દિવસ, અછતની સ્થિતિ

Image result for transport strikeઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઈએમટીસી)ના વડપણ હેઠળ દેશભરમાં ટ્રક હડતાળના પાંચમાં દિવસે ચીજવસ્તુઓની અછત વર્તાવવાની શરૂઆત થઈ છે.
એઆઈએમટીસીના વડા ભીમ માધવે જણાવ્યું હતું કે સરકારે ડિસેમ્બરથી ઈલેક્ટ્રોનિક ટોલ કલેકશન સિસ્ટમ શરૂ કરવાના પ્રસ્તાવ રજૂ કર્યો છે. જોકે ટ્રક સંચાલકોના દાવા મુજબ આ વ્યવહારુ ઉકેલ નથી. કારણ કે આ અંગેનો એક પાયલોટ પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો છે. આ ઉપરાંત એક વારની વેરા ચુકવણી તથા ડીટીએસ પ્રક્રિયા સરળ બનાવવાની માગ ટ્રક સંચાલકો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું  વર્તમાન ટોલ સિસ્ટમ ત્રાસદાયક છે.
બીજીબાજુ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર ટોલ ટેક્સ બંધ કરી શકે નહીં. કારણ કે 325માંથી અડધા ટોલ બુથ ખાનગી ક્ષેત્ર પાસે છે.  પાંચ દિવસમાં ટ્રક માલિકોને રૂ. 7,500 કરોડ અને સરકારને રૂ. 50,000 કરોડ કરતા વધુનું નુકસાન થયું છે.  

Comments