બિહાર વિધાનસભા ચૂંટણી: પરાજય મળશે તો અમિતભાઈ નહીં રહે 'શાહ'

લોકસભાની ચૂંટણીઓમાં ભવ્ય વિજય બાદ ભાજપના નેતાઓએ અમિત શાહને વધાવી લીધા હતા. ડાબે રવિશંકર પ્રસાદ તથા જમણે પ્રકાશ જાવડેકરનેશનલ ડેસ્ક : ગુરૂવારે અનેક મીડિયા હાઉસિઝ તથા સર્વે એજન્સીઝના તારણ બહાર આવ્યા છે. જેમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો હોવાનું તારણ નીકળે છે. કુલ સાત મીડિયાએ કરાવેલા સર્વેમાંથી પાંચના મતે જોરદાર ટક્કર જામી છે. ઝી ન્યૂઝના તારણ પ્રમાણે, 147 બેઠકો સાથે એનડીએને સ્પષ્ટ બહુમત મળશે. જ્યારે સીએનએન-આઈબીએનના મતે 137 બેઠકો સાથે મહાગઠબંધનને સ્પષ્ટ બહુમત મળશે. મહાગઠબંધનનું નેતૃત્વ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર તથા રાજદ સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે સંભાળ્યું છે. તેની સામે ભાજપની કમાન અમિત શાહના હાથમાં છે. તેમના માટે આ ચૂંટણી લિટમસ ટેસ્ટ સાબિત થશે. (જાતે જ અમિત શાહ બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં કરાવે છે કામ, વાચવા માટે ક્લિક કરો)

લોકસભાની ચૂંટણીઓના સંદર્ભમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ 

લોકસભાની ચૂંટણીઓ દરમિયાન બિહારમાં જેડીયુ (જનતા દળ યુનાઈટેડ), રાજદ (રાષ્ટ્રીય જનતા દળ) અને કોંગ્રેસ, અલગ-અલગ ચૂંટણીઓ લડ્યા હતા. આમ છતાંય તેમને મળેલા કુલ મતો 46 ટકા છે. એનડીએમાં ભાજપ (ભારતીય જનતા પક્ષ), લોજપ (લોક જનશક્તિ પાર્ટી) અને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીને 39 ટકા મતો મળ્યા હતા. (બિહારની ચૂંટણીઓ જીતવા અમિત શાહે કોને જવાબદારી સોંપી છે, વાચવા ક્લિક કરો)  કુલ 40માંથી 31 બેઠકો એનડીએને મળી હતી. એ ચૂંટણી પરિણામોને જો વિધાનસભાની ચૂંટણીઓમાં કન્વર્ટ કરવામા આવે તો 243 ધારાસભ્યોવાળી વિધાનસભામાં એનડીએને સરળતાથી 170થી વધુ બેઠકો મળી રહે તેમ છે. આ વખતે હિન્દુસ્તાન અવામ મોરચા, સીમાંચલમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એમઆઈએમ, પપ્પુ યાદવની પાર્ટી જેવા નવા પરિબળો પણ ઉમેરાયા છે. 

Comments