કુદરતી કરીશ્મા

૧૦ લાખ સુધી ફ્લેમિંગોની સંખ્યા આ વર્ષે પહોચી જશે...
૧૫ દિવસથી શરૂ થયેલું આગમન ખડીર બેટ પાસે મોટા પ્રમાણમાં લેસર ફ્લેમિંગો સારા વરસાદના કારણે પાણીમાં વિપુલ ખોરાક
જરૂરી ઊંડાઈનું પાણી હોવાથી માળા મોટા પ્રમાણમાં બનશે
ચાર કે પાંચ વર્ષમાં બનતી કુદરતી કરીશ્મા જેવી ઘટના કચ્છના રણમાં બની છે. ૨૦૧૧ બાદ આટલા મોટા પ્રમાણમાં કચ્છના ખડીર બેટ પાસે પાકિસ્તાન બોર્ડર નજીક ચાર લાખ લેસર ફ્લેમિંગો જોવા મળ્યા છે પણ આટલી મોટી સંખ્યા
માં લેસર ફ્લેમીંગો જોઈને બર્ડ લવર્સ અચંબામાં પડી ગયા છે. ગાંધીનગરની એક ટીમે ૨થી ૭ ઓક્ટોબરના રોજ અહીં મુલાકાત લીધી ત્યારે લેસર ફ્લેમિંગોની અલગ જાતો જોઈને તેમણે વિગતો એકટી કરી છે. ગુજરાતમાં વન્ય પ્રાણી સપ્તાની ઉજવણી ચાલી રહી છે. સફેદ રણ વરસાદના પાણી ભરાવાના કારણે બ્લુ પાણી ભરેલાં વિસ્તારમાં ફેરવાય જાય છે. જે પાણીમાં આ પક્ષાની ખોરાક મળી રહેતો હોવાથી લાખો ઈંડા મૂકીને બચ્ચા પેદા કરે છે. શીરાની વાંઢ, અમરાપર ગામ પાસે તેમને ખોરાક અને સલામતી મળતી હોવાથી મોટા પ્રામાણમાં પ્રજનન માટે આવે છે. કાળા ડુંગર અને ખડીર બેટ વચ્ચે સારી એવી માત્રામાં માળા માટે જરૂરી ઉંડાઈનું પાણી હોવાથી માળા બનાવી શકશે. ગ્રેટર ફ્લેમિંગો માટે આન્દા બેટ પાસે ફ્લેમિંગો સિટી છે. પક્ષી વીદ્દો ડો.ભરત જેઠવા, ચિતરંજન દવે, તેજલ શાહ, ધરમેન્દ્ર ગાંધી, શીલ્પા ગજરાવાલા અને જાગૃત્તિબહેન ત્રીવેદીએ ૨થી ૪ ઓક્ટોબર સુધી કચ્છના ફ્લેમીંગો સ્થળની મુલાકાત લીધી હતી. ૧૫ દિવસથી અહીં લેસર ફ્લેમીંગો આવવાનું શરૂં થયું છે. તેથી હજું મોટા પ્રમાણમાં અહીં ફ્લેમીંગો આવી પહોંચશે.
ક્યાં જોવા મળે છે
ભારત, કેન્યા, આફ્રિકા, ઓમાનમાં પણ મોટા પ્રમાણામં ફ્લેમીંગો જોવા મળે છે.
૫૦,૦૦૦ ગ્રેટર ફ્લેમિંગો આવ્યા
શિયાળો શરૂં થતાં જ મોટા પ્રામાણમાં ગ્રેટર ફ્લેમિંગો આવતાં હોય છે. અત્યારે ૫૦ હજાર જેટલાં ગ્રેટર ફ્લેમીંગો જાવા મળી રહ્યાં છે.
વીજળીના વાયરોથી મોત થાય છે
કચ્છમાં વિજ પુરવઠાના ખૂલ્લા વાયરો હોવાના કારણે અહીં સેંકડો ફ્લેમીંગોના મોત ગયા વર્ષે થયા હતા. આ વખતે તેવું ન થાય તે માટે કાળજી રાખવામાં આવે તો જ મોત નિવારી શકાશે.
અહીં હજું મોટા પ્રમાણમાં ફ્લેમિંગો આવી રહ્યાં છે. ૪ લાખ સુંદર ફ્લેમિંગો અમે જોયા છે. તેના આગમનથી એવું ચોક્કસ લાગે છે કે, ૨૦૧૧માં જે રીતે ૮થી ૧૦ લાખ ફ્લેમિંગો આવેલાં તેની આસપાસ આ વર્ષે પણ થઈ જશે.
- ભરત જેઠવા, પક્ષી વિદ્, ગાંધીનગર

Comments