સ્વામિનારાયણ દાન-ધર્માદાનો વિવાદ ફરી ઉગ્ર બન્યો, આંદોલન શરૂ કરાશે

 - સ્વામિનારાયણ દાન-ધર્માદાનો વિવાદ ફરી ઉગ્ર બન્યો, આંદોલન શરૂ કરાશે
 - બે દિવસ બાદ આંદોલનની રૂપરેખા નક્કી કરી જાહેરાત કરાશે
સુરતમાં રામપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં 1 હજાર કરતાં વધારે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. - વડતાલ ચેરમેનનાં દરેક કાર્યક્રમમાં હરિભક્તો વિરોધ પ્રદર્શન કરશે

સુરત: વડતાલ સ્વામી નારાયણ મંદિર દ્વારા હરિભક્તોનો દાન ધર્માદો નહી લેવાનો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. મુખ્ય ચેરિટી કમિશ્નર દ્વારા તમામ વડતાલ ટ્રસ્ટનાં મંદિરો ખાતે દાન ધર્માદો લેવા માટે લેટર ઈશ્યુ કર્યો હોવા છતાં પણ ધર્માદો નહી સ્વીકારવામાં આવતા ગુરુવારે હરિભક્તોએ મંદિર પરિસરમાં હલ્લાબોલ કર્યો હતો. દાન ધર્માદો સ્વીકારવાની ઓફિસમાં તાળાબંધી હોય હરિભક્તોનો રોષ વધારે ઉગ્ર બન્યો હતો. તો સ્થળ પર પહોંચેલા એસ.પી.સ્વામીએ આંદોલન માટે આગામી કાર્યક્રમોની ઘોષણા કરી હતી.
ગુરુવારે સુરત સહિત સમગ્ર રાજ્યનાં મંદિરો ખાતે હરિભક્તો દાન ધર્માદો ભરવા માટે મંદિર પરિસરોમાં પહોચ્યા હતાં. સુરતમાં રામપુરા ખાતે 1 હજાર કરતા વધારે હરિભક્તોએ એક કિલોમીટર લાંબી લાઈન લગાવી હતી. જોકે ધર્માદો સ્વીકારે તે ઓફિસને જ વડતાલ ટેમ્પલે અગાઉથી જ તાળાબંધી કરાવી દીધી હતી.

Comments