મુંબઈ: રહેણાંક વિસ્તારમાં ઈન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

(હેલિકોપ્ટરમાં રહેલા તમામ 6 અધિકારી અને પાયલોટ સુરક્ષિત)મુંબઈઃ શહેરના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ વિસ્તારમાં બપોરના સમયે ઈન્ડિયન એરફોર્સના એક Mi17 હેલિકોપ્ટરે ઈમરજન્સી લેન્ડિંગ કરી હતી. ઘટનાની જાણ થતા જ એરફોર્સના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લેન્ડિંગના કારણોની તપાસ હાથ ધરી હતી. આ સમયે લોકોની ભીડ પણ ચોપરને જોવા માટે ભેગી થઈ હતી. જોકે આ સમયે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ હેલિકોપ્ટરમાં છ અધિકારીઓ હતા જે તમામ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે, હેલિકોપ્ટ
ર એરબેસ પર જઈ રહ્યું હતું. ટેક્નિકલ ફોલ્ટને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવી હોવાના અહેવાલ છે.

Comments