અ'વાદઃ પતિ ઘરે પહોંચ્યો તો પત્ની હતી પરપુરૂષના બાહુપાશમાં, કર્યું રેકોર્ડિંગ

પતિની ગેરહાજરીમાં પરપુરૂષનું પડખુ સેવતી પત્નીને પતિએ મોબાઈલમાં ઝડપી લીધી હતી. ઈનસેટમાં દિવ્યભાસ્કર ડોટ કોમ સમક્ષ પોતાની વ્યથા ઠાલવતો પતિ.

અમદાવાદ: બોપલમાં એક પતિએ શનિવારે વહેલી પરોઢે પત્નીને અન્ય પુરૂષ સાથે રંગરલિયા મનાવતા ઝડપી લીધી હતી. આ આખો મામલો પોલીસ  સ્ટેશને પહોંચ્યો હતો ત્યાં જ 'પતિ-પત્ની ઓર વો'નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારના એક ગર્ભ શ્રીમંત પરિવારના પતિએ દાવો કર્યો છે કે તેની પત્નીને અન્ય પુરૂષ સાથે આડા સંબંધો છે. પત્ની સામેના દાવાની સાબિતી માટે આ પતિએ પત્ની અને અન્ય પુરૂષની અંગત મુલાકાત કેમેરામાં રેકોર્ડ કરી લીધી છે. એક તરફ પતિએ પત્નીના ચારિત્ર્ય અંગે ફરિયાદ નોંધાવી છે ત્યારે પત્ની પતિ સામે મારામારીની ફરિયાદ દાખલ કરી છે.
 
અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ગર્ભ શ્રીમંત અને સીએ તરીકે કામ કરતા અલ્પેશભાઈને (બદલેલું નામ) પત્ની સાથે ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો. આ અણબનાવમાં બન્નેએ એકબીજાથી છૂટાછેડા માટે કોર્ટમાં ગયા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે અલ્પેશભાઈએ divyabhaskar.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'મને મારી પત્ની પર શંકા હોવાથી હું તેના પર વોચ રાખતો હતો. આખરે મેં એક દિવસ તેને અન્ય પુરૂષ સાથે રંગેહાથ પકડવા માટે પરિચિતોની મદદ લીઘી હતી. મારી પત્ની અને તેનો પરિચિત એકબીજાને આલિંગન કરતા હતા અને કઢંગી હાલતમાં હતા. જે મેં જોયું અને મે તમામ હરકતો મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી.'

Comments