- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
-મામા-ફોઇના સગીર ભાઇ-બહેન વચ્ચે પાંગરેલા પ્રેમનો ચોંકાવનારો કિસ્સો

કલોલ : પારિવારિક ભાઇ-બહેન વચ્ચે કાચી ઉંમરે પાંગરેલા પ્રેમ સંબંધમાં જન્મેલા બાળકને રસ્તે રઝળતુ મુકી દેવામાં આવતું હોવાના વધતા બનાવો સામાજિક ચિંતાનો વિષય બન્યા છે. આવો જ એક ચોંકાવનારો બનાવ કલોલ તાલુકાના અર્જુનપુરા ગામમાં બન્યો હતો. વિજાપુર તાલુકાના એક ગામનુ પરિવાર અર્જુનપુરામાં આવી નવજાત બાળકીને રઝળતુ મૂકી ચૂપચાપ પલાયન થઇ રહ્યું હતું ત્યારે ગામના યુવકોએ તેમને ઝડપી પાડ્યા હતાં અને પોલીસના હવાલે કર્યા હતાં.કલોલ પોલીસે યુવક સહિત તેની બહેન અને માતા ત્રણ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કલોલના અર્જુનપુરા-અલુવા ગામના પાટિયે ગઇ કાલે રાત્રીના 9 વાગ્યે એક યુવક-યુવતી અને તેની માતા કપડાની અંદર વીંટાળેલા બાળકને મુકી ચૂપચાપ રવાના થઇ રહ્યાં હતાં. તે સમયે નજીકમાં બેઠેલા કેટલાક યુવાનોની નજર પડી હતી. ત્યારે તેમણે જઇને જોયુ તો નવજાત બાળકી કપડામાં વીંટાળેલી હતી. જેથી યુવાનોએ દોડીને બાળકીને મૂકી જનારા ત્રણેયને ઝડપી લીધા હતાં. તેઓની પૂછપરછમાં જાણવા મળ્યુ હતું કે બાળકીને રઝળતી મુકનાર વિજાપુર તાલુકાનો પરિવાર હતો. જો કે યુવાનોએ આ ત્રણેયને કલોલ તાલુકા પોલીસના હવાલે કર્યા હતાં.
ઇન્ચાર્જ પીઆઇ બી.એન દવેએ જણાવ્યું કે મામા-ફઇના સગીર વયના ભાઇ-બહેન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ છોકરીના મા-બાપ બાળકીને સ્વીકારવા તૈયાર ન હતાં. જેથી તેમણે બાળકીને યુવકના માતા-પિતાને હવાલે કરી હતી. તે સમયે તેઓ પણ મુંઝવણમાં મુકાઇ ગયા હતાં. સામાજમાં આબરૂ જવાના ડરથી તેમણે બાળકીને ક્યાંક મૂકીને ચાલ્યા જવાનો મનસુબો સેવ્યો હતો અને ઝડપાઇ ગયાં.
-બંને પરિવાર બાળકીને સ્વીકારવા તૈયાર નથી
પોલીસે જણાવ્યું કે સામાજિક પ્રતિષ્ઠા અને સમાજમાં આબરૂ જવાના ડરથી બન્ને પરિવારમાંથી કોઇ બાળકીને સ્વિકારવા તૈયાર નથી.જન્મ આપનારી છોકરીની માતા બાળકીને રાખવા તૈયાર નથી અને યુવકના માતા-પિતા પણ બાળકીને રઝલતી મૂકી ચૂપચાપ જઇ રહ્યાં હતાં. જેથી તેઓ પણ બાળકીને સ્વિકારવા તૈયાર નથી. આમ પારિવારિક સંબંધોમાં પાંગરતા પ્રેમ સંબંધના પ્રતાપે જન્મ ધારણ કરતા બાળકો પરિવાર હોવા છતાં અનાથ બની રહ્યાં છે.
-કલોલ તાલુકાના અર્જુનપુરા-અલુવા ગામની ઘટના

Comments
Post a Comment