- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
આર્થિક પેકેજના પ્રથમ ચરણનો અમલ કરતી સરકાર
અરજી સ્વીકારવાની મુદત ન ગઈ હોય તેમાં પણ ઉંમરનો લાભ અપાશે
ગાંધીનગર, મંગળવાર
પાટીદારોના આંદોલન બાદ જાહેર કરાયેલા આર્થિક પેકેજના પ્રથમ ચરણના અમલની સરકારે આજથી શરૃઆત કરી દીધી છે. પ્રથમ ચરણમાં સરકારી નોકરીઓમાં ઉંમરમાં પાંચ વર્ષની છુટછાટ આપવાનો અમલ શરૃ કરવામાં આવ્યો છે. હાલમાં જે નોકરીની જાહેરાત આવી હોય અને અરજી સ્વિકારવાની મુદત જતી ન રહી હોય તે નોકરીમાં પણ ઉંમરની છુટછાટનો લાભ મળશે.
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તાજેતરમાં જાહેર કરેલી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અનેક રાહતો જાહેર કરવામાં આવી હતી. જેમાં સરકારી નોકરીમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છુટછાટ, સેલ્ફ ફાઈનાન્સ શૈક્ષણિક સંસ્થાઓમાં ફીમાં પ૦ ટકાની સહાય સહિતના અનેક પગલાંઓ જાહેર કરવામાં આવ્યા હતાં. જે પૈકી પ્રથમ ચરણમાં ઉંમરમાં છુટછાટનો અમલ આજથી જાહેર કરી દેવાયો છે.
સરકારી નોકરીમાં તમામ સંવર્ગમાં ભરતી પ્રક્રિયામાં દરેક વર્ગમાં ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની વધારાની છૂટના કારણે યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની નવી દિશાઓ ખુલશે. આ લાભ તમામ કક્ષાના ઉમેદવારો સામાન્ય, એસ.સી., એસ.ટી. અને ઓબીસી તથા મહિલાઓને પ્રાપ્ત થશે.
આ અંગેનું આજે જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે. આ જાહેરનામાના પરિણામે જે જગ્યાના ભરતી નિયમોમાં શૈક્ષણિક લાયકાત ફક્ત સ્નાતકની હોય ત્યાં હાલની ઉપલી વયમર્યાદા ૩૦ વર્ષ છે તે ૩પ વર્ષની થશે. અને જ્યાં સ્નાતક કરતાં ઓછી શૈક્ષણિક લાયકાત જરૃરી હોય તેવી જગ્યાઓ માટે હાલ ઉપલી વયમર્યાદા ર૮ વર્ષ છે તે હવે ૩૩ વર્ષ થશે.
જે જગ્યાઓ ઉપર શૈક્ષણિક લાયકાત ઉપરાંત અનુભવની જોગવાઈ નિયત કરવામાં આવી હોય અને તેવી જગ્યાઓ ઉપર ભરતી નિયમોમાં ર૮ વર્ષ કરતાં કે ૩૦ વર્ષ કરતાં વધુ વયમર્યાદા નિયત કરવામાં આવી હોય તો તે જગ્યાના ભરતી નિયમોમાં પણ આ પાંચ વર્ષના વધારાને અનુરૃપ ભરતી નિયમોમાં આવશ્યક ફેરફારો કીર લેવા અને જે-તે જગ્યાના ભરતી નિયમોમાં તેને અનુરૃપ સુધારા કરવા પણ સુચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ એવો પણ આદેશ કર્યો છે કે જે જગ્યાની ભરતી અંગેની જાહેરાતો આવી ગઈ હોય અને આ જાહેરનામું પ્રસિદ્ધ થયું તે પૂર્વે હજુ અરજીઓ સ્વિકારવાની છેલ્લી તારીખ વિતી ન ગઈ હોય તેવી જગ્યાઓમાં પણ આ પાંચ વર્ષનો સુધારો લાગુ પાડવાનો રહેશે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment