મૈત્રીમાં ફાટ: સલમાને ગણાવ્યો બનાવટી તો આમિરની આંખોમાં આવ્યા આંસુ

મુંબઇ: સમાચાર છે કે સુપરસ્ટાર સલમાન અને આમિર ખાનની મિત્રતામાં ફાટ પડી ગઇ છે. જોકે, બન્નેમાંથી કોઇએ પણ આ અંગે કંઇ કીધું નથી, પણ કથિત રીતે તેમની વચ્ચે વધુ વાતચીતના સંબંધો રહ્યાં નથી. એક અંગ્રેજી વેબસાઇટ અનુસાર, આની પાછળ તેમણે એક-બીજા અંગે કરેલી કમેન્ટ્સ જવાબદાર છે. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ, જે પછી સલમાને આમિરને ફેક (બનાવટી) ગણાવ્યો. આ વાતે આમિરને ઠેસ પહોંચાડી અને તેની આંખોમાં આંસુ આવી ગયા.
Image result for salman aamir and friendship 
શું છે મામલો?
 
રિપોર્ટ પ્રમાણે, બન્ને વચ્ચે ઝઘડો ત્યારે થયો જ્યારે આમિરની 'દંગલ' ફ્લોર પર આવવાની હતી અને સલમાને 'સુલતાન' માટે તૈયારીઓ શરૂ કરી હતી. આમિરે તેના બાંદ્રા સ્થિત ઘરે પાર્ટી રાખી હતી. અહીં સલમાન પણ હાજર હતો. આમિરે અહીં સલમાનની ફિલ્મ 'બજરંગી ભાઇજાન'ના વખાણ કર્યાં, પણ પછી ફિલ્મ્સની પસંદગી મામલે તે સલમાનની ટીકા કરવા લાગ્યો હતો.
 
દાવો - આમિરની આંખોમાં આવ્યા આંસુ
 
અહેવાલમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે આમિરે કહ્યું હતું કે જો સલમાને તેના કરિયરની શરૂઆતમાં આ પ્રકારે મેચ્યોરિટી બતાવી હોત તો આજે તેની પાસે ગર્વ લેવા લાયક અનેક ફિલ્મ્સ હોત. વધુમાં આમિરે કહ્યું કે સલમાનને વાર્તા અને સ્ક્રિનપ્લેને લઇને વધુ ચિંતા કરવી પડતી નથી અને બીજા એક્ટર્સની જેમ મહેનત કરવી પડતી નથી, કેમ કે આમ જ દર્શકો તેની ફિલ્મ્સને આટલો પ્રેમ આપે છે. સલમાન તેની આ કમેન્ટથી નાખુશ થયો હતો. તેણે આમિરને કટાક્ષ કરતાં કહ્યું હતું કે ભલે તે આમિરની જેમ સખત મહેનત કરતો નથી, પણ પોતાના ડિરેક્ટર અને રાઇટર્સને ક્રેડિટ તો આપે છે. સૂત્રો અનુસાર, ત્યાંથી નીકળતી વખતે સલમાને આમિરને 'ફેક' (બનાવટી) ગણાવ્યો હતો. આ વાતને લઇને આમિરની આંખોમાં આંસુ આવી ગયા હતા.
 
ગાઢ મૈત્રી
 
આમિર અને સલમાન ખાનની મિત્રતાની શરૂઆત ફિલ્મ 'અંદાજ અપના અપના' (1994)થી થઇ હતી. અનેક પ્રસંગે તેઓ જાહેરમાં એક-બીજાના વખાણ કરતાં જોવા મળ્યાં.

Comments