- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ગાંધીનગર : બાપુ આપના ગુજરાતમાં કર્મચારી બાપડો અને બિચારો થઇ ગયો છે. બાપુ આટલા વર્ષોમાં એવુ તે શું બન્યું કે અમારે તમારી પાસે આવવું પડ્યું. વિચારો બાપુ વિચારો. તમે અમને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા પરંતુ આજે તેના કરતા પણ વધારે ગુલામીમાં જકડાઇ ગયા છીએ. શું બાપુ અંગ્રેજોના શાશનમાં આવી નીતિ હતી આ શબ્દો છે ફીક્સ પગારમાં ફરજ બજાવતાં કર્મચારીઓના. ગાંધીબાપુની જન્મજયંતિએ સાબરમતિ આશ્રમમાં આવેલી બાપુની પ્રતિમાને કર્મીઓએ ખુલ્લો પત્ર પાઠવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતીઓમાં શોષણ કરતી ફીક્સ વેતનની નીતિ અમલમા મુકવામાં આવી છે. સતત પાંચ વર્ષ સુધી ફીક્સ પગાર આપી સરકાર કર્મીઓનુ શોષણ કરી રહી છે. ત્યારે આ નીતિના વિરોધમાં ફીક્સ વેતનના કર્મચારીઓએ હાઇકોર્ટના દ્વારા ખટખટાવ્યા હતાં. જેમાં સરકારની ભૂંડી હાર થતાં નાક બચાવવા માટે સુપ્રિમ કોર્ટમાં પહોંચી છે. ત્યારે શુક્રવારે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીનગર અને અમદાવાદના ફીક્સ વેતનના કર્મચારીઓએ સાબરમતિ આશ્રમમાં આવેલી ગાંધીબાપુની પ્રતિમાને ખુલ્લો પત્ર પાઠવ્યો હતો.
ફીક્સ પગારમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં ભરતેન્દુ રાજગોરે કહ્યું કે લાખ્ખો રૂપિયા ખર્ચ કરી પેટે પાટા બાંધીને માતા પિતા બાળકોને સારુ શિક્ષણ આપતા હોય છે. શા માટે ? કારણ કે દિકરો કે દિકરી સારી નોકરી કરીને પરિવારને સાથ આપે. ત્યારે હાલમાં સરકાર કર્મચારીઓને ફક્ત 7800, 9300 પગાર આપે છે. આ પગારમાં અમારા છોકરા બિમાર પડે ત્યારે તેને કયા ડૉક્ટર પાસે સારવાર માટે લઇ જવા તેનો વિચાર કરવો પડે છે. કર્મચારીની પાંચ વર્ષની નોકરીને એક હેલ્પરની જેમ ગણવામાં આવે છે.
શું આગામી સમયમાં વધુ કાર્યક્રમો યોજાશે
આગામી સમયમાં ત્રીજા શનિવારે ફીક્સ પગારના કર્મીઓ કાળા દિવસ તરીકે ઉજવણી કરશે. વિજયા દશમીના દિવસે ફીક્સ પે નીતિના નામના રાવણનું દહન કરશે. આ બાબતે સરકાર કર્મીઓનું નહી વિચારે તો આગામી સમયમાં વધુ કાર્યક્રમો કરવામાં આવશે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment