પ્રેરણાદાયી પાટણ: પાટણ ના હાજીપુર ગામની ૪ સગી બહેનોની એક સાથે પોલીસ ભરતી

 પ્રેરણાદાયી પાટણ: પાટણ ના હાજીપુર ગામની ૪ સગી બહેનોની એક સાથે પોલીસ ભરતી 

પાટણના હાજીપુર ગામમાં પ્રેક્ટિકલ અને સ્પર્ધાત્મક તૈયારીઓ કરી સફળતા મેળવી 

4 સગી બહેનોની એક સાથે પોલીસ ભરતી 

4 સગી બહેનોની એક સાથે પોલીસ ભરતી 

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. બહેનોને પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. પાટણ તાલુકાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી મહેનો એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક લઈ સમાજને નવો રાહ ચીંધ્યો છે. 

પાટણ તાલુકાના હાજીપુર ગામે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણ વ્યવસાય પાટણમાં પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સાથે સાથે તેમના સંતાન ચાર દીકરીઓ  જાગૃતિ, હિના, હેતલ અને પ્રિયંકા તેમજ દીકરા ઉત્તમ ને શિક્ષણ પૂરતું અપાવ્યું છે. તેમાં હેતલ એ સારી ખેલાડી છે. તેણે એથલેટિક્સમાં 40થી વધુ મેડલ મેળવ્યા છે. 

ત્યારે હેતલની સાથે એની બીજી ત્રણ બહેનો પણ પોલીસ ભરતી તેમના જ ગામના કોચ રમેશભાઈ દેસાઈ જોડે દોડની પ્રેક્ટિસ કરી હતી. 

રમેશભાઈ આ દીકરીઓને દોડની પ્રેક્ટિસ સાથે સાથે સ્પર્ધાત્મક વર્ગોની લેખિત તૈયારી પણ કરાવતા હતા. જેનો બહેનોએ લાભલઈ ગત વર્ષે ગયેલી પોલીસ ભરતીમાં આ ચાર સગી બહેનોએ પોતાના ફોર્મ ભર્યા ચારેય બહેનો બિનહથિયારી પોલીસમાં પસંદગી પામી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં નિમણુક લઈને ફરજ બજાવી રહી છે. એક જ પરિવારની ચાર સગી બહેનોએ માતા -પિતાના સંઘર્ષને નજર સમક્ષ રાખી ખૂબ મહેનત કરી સફળતા મેળવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. તેવું કોચ રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું.



Comments