આંદોલનના પ્રશ્નો પૂછનાર શિક્ષિકા પાટીદાર, જાણી જોઇને આવું કર્યાની ચર્ચા

રાજકોટની મોદી સ્કૂલમાં ધો.8માં જનરલ નોલેજમાં પૂછાયેલા આંદોલનને લગતા પ્રશ્નો (સર્કલમાં)રાજકોટઃ રાજકોટમાં મોદી સ્કૂલ દ્વારા ધો.8ના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પાટીદાર અનામત આંદોલનને લઇ સવાલો પૂછાતા હોબાળો મચી ગયો છે. આ પેપરમાં પાટીદારોએ આંદોલન કેમ કર્યું અને આંદોલનમાં આપઘાત કરનારનું નામ શુ?  આવા ઉશ્કેરણીજનક સવાલો બાળ માનસ પર ફટકારવામાં આવ્યા હતા. આ પેપર કાઢનાર શિક્ષિકા પટેલ હોવાનું અને તેમનું નામ લીના વાછાણી છે. પટેલ  અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આંદોલનને બાળ માનસ સુધી પહોંચાડવા આ એક પૂર્વ આયોજીત કાવતરૂ હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે. 
 
રાજકોટની મોદી શાળાની શિક્ષિકા લીના વાછાણીએ પ્રશ્નપત્રમાં આંદોલનને સવાલો પૂછી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. શિક્ષિકા પણ પટેલ હોવાથી તેને આંદોલનને વેગવંતુ બનાવવા અને નેશનલ લેવલે પ્રસિધ્ધિ મેળવવા આ કૃત્ય કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે, શાળા તરફથી તો આ શિક્ષકની ઓળખ છૂપાવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. શાળાએ આ શિક્ષક પાસે માફીનામું લખાવી તેને હાંકી કાઢવા સુધીના પગલાઓ ભર્યા છે. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી આકરા પાણીએ થઇ શાળાને નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરી છે. 

Comments