હવે ધાર્મિક ભાવનાઓ ભડકાવનારાઓની ખેર નથી, થશે કડક કાર્યવાહી

દેશના કેટલાક પ્રાંતોમાં સાંપ્રદાયિક તણાવની વધતી ઘટનાઓને જોઈને ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને નિર્દેશ જારી કરીને જણાવ્યું છે કે ધાર્મિક ભાવનાઓ ભડકાવીને ધર્મનિરપેક્ષ તાણાવાણા કમજોર કરવાની કોશિશ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ગૃહ મંત્રાલયે જારી કરેલા નિવેદન અનુસાર કાયદો વ્યવસ્થા મૂળભૂત રીતે રાજ્યનો વિષય છે. પરંતુ દાદ
રીની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સહિત દેશભરમાં જે સાંપ્રદાયિક તણાવવાળી ઘટનાઓ ઘટે છે તેનાથી ગૃહમંત્રાલય સતત ચિંતિત છે. દાદરીની ઘટના પર ગૃહમંત્રાલયે 1લી ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ સરકાર સમક્ષ રિપોર્ટની માંગણી કરી હતી અને રાજ્ય સરકારને જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ હવે થવી જોઈએ નહીં. જો કે ઉત્તર પ્રદેશ સરકારે હજુ સુધી કોઈ જવાબ ગૃહમંત્રાલયને આપ્યો નથી. જેના કારણે ગૃહમંત્રાલયે સોમવારે રાજ્ય સરકારને ફરીથી એક રિમાઈન્ડર મોકલી હતી. 

ગૃહમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ 2015-16ના બજેટમાં ગૃહમંત્રાલયના માનવાધિકાર વિભાગ માટે કોઈ ફંડ ફાળવણી થઈ નથી. હવે આ ફંડ ઉપલબ્ધ કરાવવા અંગે વિચાર થઈ રહ્યો છે. દેશમાં જૂન 2015 સુધી 330 સાંપ્રદાયિક તણાવની ઘટનાઓ ઘટી જેમાં 51 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. 

Comments