- મહુવાના કતપરમાં વર્ગ વિગ્રહ એટલી હદે થયો કે, સમાધાન માટે તંત્રની ચાલતી મથામણ
- છેલ્લા ચાર વર્ષથી ગામના છેવાડે ગ્રામજનોનો પડાવ
ભાવનગર: ગુજરાતનું એક એવું ગામ કે, જ્યા ગ્રામજનો જ ગામમાં પગ દઇ શકતા નથી. ચાર વર્ષથી ફેલાયેલા વૈમનસ્યથી તંત્રની મધ્યસ્થી પણ કામ લાગતી નથી. કતપર ગામમાં બે જ્ઞાતિના જૂથ વચ્ચે મારા મારી, હત્યા, મકાનોને આગ લગાડવા જેવા બનાવો આ પથંકના લોકોના માનસમાં ચાર વર્ષથી તરી રહ્યા છે. પણ આ ઘટનામાં સામેલ બે જૂથો પૈકીના એક જૂથના ગ્રામજનો ગામમાં જઇ શકતા નથી. મહુવા તાલુકાના કતપર ગામ છે. ભરવાડ અને કોળી સમાજ વચ્ચે વેરઝેરના બિજ રોપાયેલા છે. ચાર વર્ષ પૂર્વે કતપર ગામના સરપંચની હત્યા કરી હતી, એક સમય એવો આવ્યો કે, ગામમાંથી ભરવાડ સમાજના લોકો રાતોરાત ઉછાળા ભરીને અન્ય ગામોમાં સ્થળાંતર કરી ગયા હતા. આજે આ પરિવાર ગામમાં પ્રવેશ કરવા ઇચ્છે છે. પણ સામા પક્ષે કોળી સમાજ તેમાં સહમત નથી. ગામમાં પ્રવેશતા રસ્તા ઉપર ભરવાડ સમાજ પરિવાર સાથે રહે છે, તેઓના દ્વારા હજુ પણ ત્રાસ અપાતો હોવાની અનેકવાર ફરીયાદો અને આવેદન પત્ર કોળી સમાજ દ્વારા આપવામાં આવ્યા છે. પણ પોલીસ તંત્ર લાચાર બની ગયું હોય તેમ કોઇ ઠોસ કાર્યવાહી કરી શકતું નથી.
કલેક્ટરના હુકમથી તેઓને ગામમાં આવવા માટેનો વચ્ચેનો માર્ગ કાઢીને તેઓને ગોપાલ સહાયકને નામે ઓળખાતી જગ્યામાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે, પરંતુ કતપર ગામનો અને ભરવાડ સમાજ જ્યા રહે છે ત્યાથી જ મહુવા શહેર તરફ આવવાનો એક જ રસ્તો હોવાથી બન્ને સમાજ વચ્ચે ઘર્ષણ થયા કરે છે. બંને સમાજ વચ્ચે ઘર્ષણ થવાના બનાવો
અવાર-નવાર બની રહ્યા છે. પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર આ વિવાદનો ઉકેલ લાવવા મથામણ કરી રહ્યા છે.
- ગામના લોકોને હજુ હેરાનગતિ ચાલું છે
કતપર ગામ મજુર વર્ગનું હોવાથી રાત્રે પણ આ રસ્તા ઉપર લોકો આવતા જતા હોય છે. આવા સમયે આ તત્વો રસ્તા ઉપર ઉભા રહી ધમકીઓ આપે છે અને તાજેતરમાં વિદ્યાર્થીને લાકડીના ઘા માર્યા હોવાની ફરીયાદ મહુવા પોલીસમાં થયેલ છે. તેમજ ગામની મહિલાઓ સુકા લાકડા વિણવા જાય છે ત્યારે પણ તેઓને હેરાનગતી કરે છે. આવી નાની મોટી ફરીયાદ અને ધમકીઓને કારણે અનેકવાર આવેદનપત્ર પણ આપેલ છે. છતા તેનો કાઇ ઉકેલ આવતો નથી. - મંજુબેન વાલાભાઇ જાદવ, સરપંચ, કતપર
Comments
Post a Comment