અલ્પેશ ઠાકોર -ગુજરાત ઠાકોર સેના

અલ્પેશ ઠાકોર -ગુજરાત ઠાકોર સેના

પટેલો 35 ટકાએ રશિયા જઇ ડોક્ટર બની જાય છે: અલ્પેશ ઠાકોર- અલ્પેશની ઓબીસી નેતાગીરીઊંઝા: ઊંઝા તાલુકાના ઉપેરા ગામે ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરે ઓબીસી વર્ગના લોકોની સભા સંબોધી હતી. જેમાં ઓબીસીને વર્ષોથી અનામત છતાં અનામત દ્વારાકોઇ લાભ ન મળ્યો હોવાનો દાવો કર્યો હતો. ઠાકોર સમાજનાયુવાનો નહિવત્ પ્રમાણમાં ડોક્ટર બનતા હોવાનું તેમજ પાટીદાર યુવાનો રશિયા જઇને પણ 35 ટકાએ ડોક્ટર બની જાય છે. કોઇપણ જાતના વિરોધ વગર પોતે તમામ સમાજનો વિકાસ કરવાનું બીડું ઝડપ્યું છે.ઉપેરા ગામે અલ્પેશ ઠાકોરે સમસ્ત ઓબીસી વર્ગના સમાજની નેતાગીરી સંભાળી હતી. જેમાં ઓબીસી વર્ગ હજુ પણ 80 ટકા ગરીબ અને 20 ટકા જ સુખી છે, જ્યારે પાટીદારો80 ટકા સુખી અને માત્ર 20 ટકા જ ગરીબ હોવાનું કહ્યું હતું. આમ છતાં પણ પોતે ઓબીસી સાથે પાટીદારોના 20 ટકા ગરીબ વર્ગનો વિકાસ થવાને સમર્થન કર્યું હતું. ઓબીસી વર્ગના લોકોને હજુ પણ અનામત વિશે પૂરતું જ્ઞાન ન હોવાનું કહી હજી પોતાના સમાજને અધૂરો વિકાસ હોવાથી અનામત દ્વારા કોઇ લાભ ન મળ્યો હોવાનું જણાવ્યું

Comments