રાજકોટઃ દ.આફ્રિકા સામે ત્રીજી વનડે દરમિયાન એન્ટ્રી ગેટ પર પાટીદારોને રોકાશે તો ઘર્ષણના એંધાણ

Image result for patidar in rajkot cricket
રાજકોટઃ આગામી 18 તારીખે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાનાર છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટશે અને અનામત આંદોલનનો વિરોધ કરશે. જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડિયમની સીટની કુલ ક્ષમતા 29 હજારની છે. જ્યારે પાટીદારો 18 હજાર ટિકિટખરીદશે તેવો દાવો કરી રહ્યા છે. પરંતુ હાલ તો ઓનલાઇન બુકીંગ જ ચાલુ હતું. જેમાં બે હજાર ટિકિટો વેંચાઇ છે. બીજી તરફ આગામી 12 તારીખથી વિન્ડો પરથી એક વ્યક્તિને માત્ર બે જ ટિકિટ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો પાટીદારોને ટિકિટ હશે અને મુખ્ય પ્રવેશદ્વારથી જ અટકાવવામાં આવશે તો તંત્ર અને પાટીદારો વચ્ચે ઘર્ષણના એંધાણ છે. પ્રવેશ લેતા પહેલા પોલીસ સુરક્ષાના ત્રણ અભેદ કિલ્લામાંથી પસાર થવું પડશે, જરૂર પડ્યે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લદાશે. (કોઈ કાંકરીચાળો કરશે તો કાઢી મુકાશે, ક્રિકેટ એસો. વાચવા અહીં ક્લિક કરો
 
ખંઢેરી સ્ટેડિયમમાં મુખ્ય દરવાજા સિવાય અન્ય ચાર પ્રવેશ દ્વાર છે. મુખ્ય પ્રવેશ દ્વારમાં ટિકિટ અને આઇડી પ્રૂફ ચેક કર્યા બાદ જ દર્શકોને જે તે સીટ પર બેસવા દેવામાં આવશે. ટિકિટ ખરીદતી વખતે ખરીદનારે પોતાનું આઇડી પ્રૂફ આપવું ફરજીયાત રહેશે. જો તે ટિકિટ તે કોઇ અન્યને આપશે તો તેને પ્રવેશ તો મળશે જ. પરંતુ તે ટિકિટ નંબરમાંથી કોઇ કાંકરીચાળો થશે તો જવાબદારી ખરીદનારની રહેશે. મુખ્ય પ્રવેશ દ્વાર સિવાય સાઉથ, ઇસ્ટ અને વેસ્ટના લેવલ પ્રમાણે અલગ અલગ પ્રવેશ દ્વાર હશે. જો પાટીદાર મુખ્ય પ્રવેશદ્વારથી અલગ અલગ લેવલમાં પ્રવેશી જશે તો અંદર તોફાન કરે તેવી પૂરી શક્યતા છે. ડ્રેસ કોડ પહેરેલો હશે અને શાંતિથી મેચ નિહાળશે તો તંત્રને કોઇ સમસ્યા નથી. 
 
પાટીદારો મેચમાં દેખાવો કરશે તો તેવા પગલે પોલીસ અને પ્રશાસન ચાંપતો બંદોબસ્ત રાખશે. જેમાં દૂર દૂર સુધી વાહન પાર્કીંગ, સતત ચેકીંગ, પાણીની બોટલ પણ અંદર નહીં લઇ જવા દેવામાં આવે. જેને કારણે સામાન્ય પ્રજા પાણીમાં પણ લૂંટાશે. સિવાય જો કંઇ ઘર્ષણ થાય તો સામાન્ય પ્રજાએ પણ એટલો જ મુશ્કેલી વેઠવાનો વારો આવશે. 

Comments