પાકિસ્તાની સ્કૂલના પુસ્તકોઃ જોધા એટલે ઐશ્વર્યા, અનારકલી એટલે બીના રાય

કરાચીઃ  બોલિવૂડની બે એક્ટ્રેસીઝ પાકિસ્તાનના ઈતિહાસના પુસ્તકમાં ઉલ્લેખ પામી ચુકી છે. આમાથી એક છે ઐશ્વર્યા રાય અની બીજી છે બીના રાય. બન્ને એક્ટ્રેસીઝ મુઘલ રાજવંશ પર બનેલી ફિલ્મોમાં અભિનય કરીને પાકિસ્તાનમાં ઈતિહાસનો ભાગ બની ગઈ છે. મુઘલ બાદશાહ અકબર અને જોધાબાઈની લવસ્ટોરી પર 2008માં આવેલી ફિલ્મ 'જોધા-અકબર'માં ઐશ્વર્યા જોધા બની હતી. જ્યારે 1953માં અકબરના પુત્ર જહાંગીરની લવસ્ટોરી પર બનેલી ફિલ્મ 'અનારકલી'માં બીના રાયે અનારકલીનું પાત્ર ભજવ્યું હતું. 
ઈતિહાસના પુસ્તકમાં ઐશ્વર્યા રાય બચ્ચન
શું છે મામલો?

વાત એમ છે કે કરાચીની સ્કૂલ્સમાં 7-8 ધોરણના ઈતિહાસના પુસ્તકમાં  જોધા-અનારકલીનો સહજ ઉલ્લેખ છે. પણ રસપ્રદ બાબત એ છે કે જ્યાં આ બન્નેનો ઉલ્લેખ આવે ત્યાં ઐશ્વર્યા અને બીનાની તસવીરો મુકવામાં આવી છે. 
 
બાળકોને પ્રશ્નો પણ વિચિત્ર 

*શું અકબરની જોધા ઐશ્વર્યા રાજ જેવી જ દેખાય છે?
*શું તમે જોધા-અકબર ફિલ્મ જોઈ છે?
 
અનારકલીનો અર્થ અનારની કલી

પાકિસ્તાની પુસ્તકોની રસપ્રદ વાત અહીં જ પુરી થાય એમ નથી. પુસ્તકમાં ફોટોઝની જગ્યાએ ફિલ્મોના પોસ્ટર્સ લગાવાયા છે. અનારકલીના પોસ્ટરની બાજુમાં જે વિસ્તૃત વાત કરાઈ છે તેનું ટાઈપણ પણ 'આકર્ષક' છે. ટાઈટલમાં જણાવાયું છે કે 'આ 'પ્રોમગ્રેનેટ બડ' એટલે કે 'અનાર(દાડમ) કી કલી'ની કહાણી છે.' આશ્ચર્યની વાત એ છે કે અહીંના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પણ આ પુસ્તકોને મંજૂરી આપેલી છે. બાળકોના વાલીઓએ આ પુસ્તકોને લઈને વાંધો ઉઠાવ્યો છે. 

Comments