હાર્દિકે ભાજપ અને જે. જે. પટેલને ફેંકી આવી જોરદાર ચેલેન્જ

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ભાજપના નેતા અને એડવોકેટ જે.જે.પટેલને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. શનિવારે રાત્રે 'સંદેશ ન્યુઝ' ચેનલના લાઈવ ડિબેટ-શોમાં જે.જે.પટેલે બેફામ આક્ષેપો કર્યા હતા. જેની સામે વળતો પ્રહાર કરતા હાર્દિકે જે.જે.પટેલને પત્ર લખીને કેટલાક ખુલસા કરીને ગુજરાતને સત્ય જણાવવા ચેલેન્જ ફેંકી છે.

હાર્દિક પટેલે પત્ર લખીને જે.જે.પટેલને કહ્યુ છે કે,'' આપ ગુજરાતના ગણનાપાત્ર વકિલોમાના એક છો. 
બાર કાઉન્સિલના માજી પ્રમુખ છો, નામદાર કોર્ટ કોઈ વ્યક્તિને છોડી દે, નિર્દોષ છોડી દે કે શંકાનો લાભ આપે તેથી ગુનો નથી બન્યો એવુ સાબિત થયુ નથી. તો આપ ડો.શીલ સોની અપમૃત્યુ કે સોનલબહેનનું ગુમ થવુ તે વિશે સાચી હકિકત જણાવશો'' હાર્દિકે એમ પણ કહ્યુ છે કે, જે.જે.પટેલ જો તમે સાચા ધારાશાસ્ત્રી હોય અને લોકોને ન્યાય આપવામાં માનતા હોય તો ગુજરાતની પ્રસિદ્ધ ન્યૂઝ ચેનલ સંદેશમાં એક કલાક લાઈવ ડીબેટ શો કરીએ. અને સાચી હકિકત ગુજરાતને જણાવીએ. ગંભીર આક્ષેપો પછી ભાજપ લિગલ સેલ કન્વીનર જે.જે.પટેલ મોબાઈલ સ્વીચ ઓફ કર્યા છે. આથી, તેમની કોઈ પ્રતિક્રિયા લઈ શકાઈ નથી.
માંડલ ભાજપના ડો. શીલા સોની હત્યાકાંડ શુ છે ?

હાર્દિક જે ડો.શીલા સોની હત્યાકાંડની વાત કરી રહ્યો છે તે વર્ષ ૨૦૦૨ની ઘટના છે. વિરમગામના માંડલમાં યોગેશ્વર સોસાયટીમાં રહેતા ડો.પુરસોત્તમ સ્વરૂપચંદ સોનીના પત્ની અને ભાજપ મહિલા મોરચાના કાર્યકર એવા ડો.શીલા સોનીની હત્યા કરી દેવાઈ હતી. તેમના શરીરના ૩૨ ટુકડા કરી દેવાયા હતા. આ હત્યાકાંડમાં પાછળથી તેમના પતિ ડો.પુરુષોત્તમદાસને સંડોવીને જેલમાં ધકેલી દેવાયા હતા. સ્થાનિક કોર્ટથી હાઈકોર્ટ અને પછી સુપ્રિમ સુધી ૧૨ વર્ષની લડાઈ પછી ડો.સોનીનો નિર્દોષ છુટકારો થયો છે. ૧૪ વર્ષ જૂના આ હત્યાકાંડે તત્કાલિન સમયે ભાજપ અને સમાજજીવનમાં ચકચાર જગાવી હતી.

Comments