નવજોત સિંહ સિદ્ધુ ગંભીર બીમારીના કારણે હોસ્પિટલમાં ભરતી

પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને ભાજપના પૂર્વ નેતા નવજોત સિંહ સિદ્ધુને નસોમા લોહીના જામી જાવાના કારણે સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવમાં આવ્યા હતા. સિદ્ધુને ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં ભરતી કરાવમાં આવ્યા હતા.

હોસ્પિટલના નિવદેનમાં કહેવામાં આવ્યું છે કે ‘નવજોત સિંહ સિદ્ધૂને નસોમાં લોહી જામી જવાના(ડીવીટી)ની બીમારીના કારણે મંગળવારે સાંજે ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો યોગ્ય સમયે સારવાર કરવામાં ના આવી તો સિદ્ધૂને જીવનું જોખમ પણ આવી શકે છે.

હાલમાં સિદ્ધૂની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત સારી છે. હાલમા તેમની સ્થિતિ સ્થિર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. ડીવીટીના કારણે અંદરની નસોમાં લોહી જામી જાય છે અને સમાન્ય લોહી પરિભ્રમણ થઇ શકતું નથી. આના લક્ષ્ણોમાં સખત માથાનો દુખાવો થાય છે. આ રોગ ખાસ કરીને પગમાં થાય છે. આની જાણકારી સિદ્ધુએ ટ્વીટ દ્વારા આપી હતી.

Comments