વારાસણીમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક બબાલ, કર્ફયુ લગાવાયો

કાશીમાં સાધુ સંતો પર 22 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનને લઈને થયેલા ડખાને પગલે પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં આજે 'કાશી બંધ'નું એલાન આપીને 'અન્યાય પ્રતિકાર યાત્રા' કાઢવામાં આવી હતી. તે મૈદાગિન ટાઉનહોલથી લઈને દશાશ્વમેધ ઘાટ સુધી જવાની હતી. પરંતુ યાત્રાને વચ્ચે રોકવાનો પ્રયાસ કરાતા ગદૌલિયા ચાર રસ્તા પર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતુ.
લોકો બેકાબુ બની જતા મામલો ગરમાયો હતો અને તોફાનો ફાટી નિકળ્યા હતા. લોકોએ એકઠાં મળીને  4 પોલીસ જીપો, 20 મોટરસાયકલ અને પોલીસ બુથને સળગાવી દેતા પરસ્થિતિ તંગ બની ગઈ હતી. દરમિયાન સ્થિતિને કાબુમાં લેવા માટે વારાણસીમાં 4 સ્થાનો જેવાંકે વશાશ્વમેઘ, ચૌક, કોતવાલી, લક્સામાં કલમો લાગુ પાડી કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો.

Comments