- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
બેંગલોર : કર્ણાટક સામેની રણજી ટ્રોફીની મેચમાં બંગાળનો બેટ્સમેન શ્રીવત્સ ગૌસ્વામી એક અજીબ પ્રકારે રન આઉટ થયો હતો. ક્રિકેટમાં આવી રીતે રન આઉટ થવા ઘટના લગભગ પ્રથમ વખત બની છે. ગૌસ્વામી બે રન બનાવી કર્ણાટકના કેપ્ટન વિનય કુમારના હાથે રન આઉટ થયો હતો.
મેચની સાતમી ઓવરમાં વિનય કુમાર બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના પાંચમા બોલે શ્રીવસ્ત ગૌસ્વામીએ બોલર તરફ શોટ ફટકાર્યો હતો. બોલર વિનય કુમારે બોલને રોકી સીધો બેટ્સમેન શ્રીવત્સ તરફ થ્રો કર્યો હતો. આ સમયે બેટ્સમેને આસાનીથી બેટ ક્રિઝની અંદર મુકી દીધું હતું, જોકે વિનયનો થ્રો બેટ્સમેન શ્રીવત્સના બેટને અડીને સીધો સ્ટમ્પમાં ટકરાયો હતો. આમ બોલ બેટ્સમેનના બેટને અથડાતા બેટ ઉંચું થઈ ગયું હતું. જોગાનુજોગ બોલ સીધો સ્ટમ્પને ટકરાયો હતો. આમ બોલ સ્ટમ્પ સાથે ટકરાયો ત્યારે બેટ્સમેનુ બેટ ઉંચું રહ્યું હતું.
અમ્પાયરે આપ્યો આઉટ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment