સ્વામી આધ્યાત્માનંદ આનંદીબેનના પગે પડી ગયા!

ગુજરાત સરકારને રામરાજ્ય સાથે સરખાવી

આધ્યાત્માનંદ બાળકો સાથેના દુર્વ્યવહાર અંગે ભૂતકાળમાં વિવાદાસ્પદ બનેલા છે


ગાંધીનગર, મંગળવાર
ગુજરાત રાજ્યનો છેવાડાનો  છેવાડાનો માનવી જ્યાં સુધી સુખી ન થાય ત્યાં સુધી સરકાર પણ સંતુષ્ટ નથી.સરકારે તેમજ સંગઠનના માણસોએ પણ આ છેવાડાના માનવીને પોતાના અધિકારો અપાવવા માટે આવી આવી છે તેમ પોતાના પુસ્તકના વિમોચન પ્રસંગે આનંદીબેને કહ્યું હતું.આનંદીબેનના ૪૦ વર્ષના યાદગાર પ્રસંગોને 'એ મને હંમેશા યાદ રહેશે'માં પ્રગટ કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૃઆતમાં સ્વામી આધ્યાત્માનંદજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પગે પડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આજ આધ્યાત્માનંદજી ભૂતકાળમાં બાળકો સાથેના કથિત દૂર્વ્યવહાર માટે ભારે વિવાદાસ્પદ બન્યા હતા.
સ્વામી આધ્યાત્માનંદજીએ સંસ્કારોની વાતો કરી હતી. પરંતુ સ્વામીજી પોતે જ સંસ્કાર ભુલી ગયા હોય તેમ પોતાના વકતવ્ય દરમ્યાન તેમણે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. આ અપશબ્દો ઉપર પણ તેમણે ભાર મુકયો હતો. જેના કારણે સમગ્ર હોલમાં સન્નાટો છવાઈ ગયો હતો. તો શરૃઆતમાં સ્વામીજી આનંદીબેન પટેલના પગમાં પડી ગયા હતા. તે અંગે સ્પષ્ટતા કરતાં પણ તેમણે કહયું હતું કે, અયોધ્યાના રામરાજ્યની જેમ ગુજરાતમાં પણ રામરાજ્ય છે. તેથી આ રાજ્યની ધૂરા સંભાળતાં માતા સ્વરૃપા આનંદીબેન પટેલને તેઓ પગે લાગ્યા હતા. સ્વામી આનંદીબેનને પગે લાગવાના ફોટા ફેસબુક અને વોટ્સ અપ ઉપર વાયરલ થયા છે.

Comments