- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
નોયડા: દાદરી કાંડ: રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી ચિંતા, સાધ્વી પ્રાચીની થઈ અટકાયત
સંગીત સોમ તાજેતરમાં જ આરોપીઓના પરિવારને મળવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તેમણે દરેક પરિવારને રૂ. 5,000ની મદદ કરી છે. મંગળવારે કાસનાના લક્સર જેલમાં બંધ આરોપીઓથી તેમના ઘરવાળા પણ મળવા પહોંચ્યા હતાં. રિપોર્ટ પ્રમાણે ઘરવાળાઓએ આરોપીઓને વિશ્વાસ અપાવ્યો છે કે, સંગીત સોમ ખૂબ ટુંક સમયમાં તેમના જામીન અપાવી દેશે. સંગીત સોમના ગામ જવાથી પક્ષ તેમનાથી ખૂબ નારાજ છે. અધિકારી ઈચ્છે છે કે, સોમ સામે કલમ 144 અંર્તગત પોલીસ કેસ દાખલ કરવો જોઈએ.
આ ઘટનામાં ધરપકડ કરવામાં આવેલા સૌરભ સિસોદીયા અને રુપેન્દ્ર સિસોદીયાએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, તેઓ ઈચ્છે છે કે અખલાકની દીકરી અને ઘટનાના સાક્ષી શાઈસ્તા (અખલાકની પત્ની) તેમની ઓળખ કરે. સૌરભના જણાવ્યા પ્રમાણે ખૂબ બુમોનો અવાજ સંભળાયા પછી તેઓ ત્યાં પહોચ્યા હતાં. તેઓ આ ઘટનામાં સામેલ નહોતા. પરંતુ રાતે બે કલાકે પોલીસ તેમના ઘરે પહોંચી અને તેમની ધરપકડ કરીને લઈ ગઈ. સૌરભે એવો પણ આરોપ લગાવ્યો છે કે, પોલીસે ઝડપથી કાર્યવાહી કરવા માટે તેમની ધરપકડ કરી લીધી છે.
યુપીની દાદરી ગૌમાંસ ખાવાની અફવા પછી મારવામાં આવેલા અખલાકના ગામ જવાનો પ્રયત્ન કરી રહેલી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નેતા સાધ્વી પ્રાચીની ધરપકડ કરી લેવામાં આવી છે. કલમ 144 અને પોલીસે ના પાડ્યા પછી પણ બુધવારે અખલાકના બિસહાડા ગામ જઈ રહ્યા હોવાથી પોલીસે તેમની અટકાયત કરી હતી અને દાદરી ગામની બહાર લઈ જઈને તેમને છોડી દેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ દાદરી મામલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, દેશના સંસ્કાર આ રીતે પૂરા ન થવા દઈ શકીએ.
દાદરી મામલે બીજેપી નારાજ છે તેમના નેતાઓથી
યુપીના દાદરીમાં બીફ ખાવાની અફવા ફેલાયા પછી મોહમ્મદ અખલાક નામની વ્યક્તિને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તેમ છતાં બીજેપી એમએલએ સંગીત સોમ પર હત્યા કરનાર આરોપીઓની મદદનો આરોપ છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે સંગીત સોમે આરોપીઓના પરિવારને વિશ્વાસ અપાવ્યો છે કે તેમના પરિવારને કાયદાકીય અને આર્થિક મદદ આપવામાં આવશે. બીજેપીના વિવિધ નેતાઓ દ્વારા દાદરી મામલે આપવામાં આવેલા ગમે તેમ નિવેદનોના કારણે પક્ષ ખૂબ નારાજ છે. પક્ષે નેતાઓને સમજી વિચારીને બોલવાની સલાહ આપી છે. તે ઉપરાંત બીજેપી નેતાઓને બિસહડા ગામ જવાની પણ ના પાડવામાં આવી છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ બીજેપી નેતા સાક્ષી મહારાજે નિવેદન આપ્યું હતું કે, ગાય તેમની માતા છે અને તે માટે તેઓ હત્યાક કરનાર લોકોની સામે મરવા અને મારવા તૈયાર છે. બીજેપી એમએલએ સંગીત સોમે પણ અખલાકના પરિવારે ગૌ હત્યા કરી હોવાનું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ અખલાકની હત્યાને એક એક્સિડન્ટ ગણાવી હતી.
આરોપીઓના ઘરવાળાઓને બીજેપી એમએલએ આપી રહ્યા છે પૈસા
સંગીત સોમ તાજેતરમાં જ આરોપીઓના પરિવારને મળવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તેમણે દરેક પરિવારને રૂ. 5,000ની મદદ કરી છે. મંગળવારે કાસનાના લક્સર જેલમાં બંધ આરોપીઓથી તેમના ઘરવાળા પણ મળવા પહોંચ્યા હતાં. રિપોર્ટ પ્રમાણે ઘરવાળાઓએ આરોપીઓને વિશ્વાસ અપાવ્યો છે કે, સંગીત સોમ ખૂબ ટુંક સમયમાં તેમના જામીન અપાવી દેશે. સંગીત સોમના ગામ જવાથી પક્ષ તેમનાથી ખૂબ નારાજ છે. અધિકારી ઈચ્છે છે કે, સોમ સામે કલમ 144 અંર્તગત પોલીસ કેસ દાખલ કરવો જોઈએ.
આરોપીઓનું કહેવું છે કે, તેઓ નહોતા ઘટનામાં સામેલ
આ ઘટનામાં ધરપકડ કરવામાં આવેલા સૌરભ સિસોદીયા અને રુપેન્દ્ર સિસોદીયાએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, તેઓ ઈચ્છે છે કે અખલાકની દીકરી અને ઘટનાના સાક્ષી શાઈસ્તા (અખલાકની પત્ની) તેમની ઓળખ કરે. સૌરભના જણાવ્યા પ્રમાણે ખૂબ બુમોનો અવાજ સંભળાયા પછી તેઓ ત્યાં પહોચ્યા હતાં. તેઓ આ ઘટનામાં સામેલ નહોતા. પરંતુ રાતે બે કલાકે પોલીસ તેમના ઘરે પહોંચી અને તેમની ધરપકડ કરીને લઈ ગઈ. સૌરભે એવો પણ આરોપ લગાવ્યો છે કે, પોલીસે ઝડપથી કાર્યવાહી કરવા માટે તેમની ધરપકડ કરી લીધી છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment