અકબરૂદ્દીન ઓવૈસીની ધરપકડ માટે વોરન્ટ જાહેર કર્યું

 ભડકાઉ ભાષણ આપવા બદલે એસપીએ ધરપકડના આદેશ આપ્યા


પટના તા. 7 ઓક્ટોબર 2015

બિહારમાં ફક્ત છ બેઠક પરથી ચૂંટણી લડી રહેલી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તહાદૂલ મુસ્લેમીનના નેતા અકબરૂદ્દીન ઓવૈસીની સામે ભડકાઉ ભાષણ આપવાની FIR દાખલ થયા બાદ હવે તેમની ધરપકડના આદેશ બહાર પાડવામાં આવ્યા છે.

કિશનગંજના જિલ્લા વહીવટીતંત્રએ ઓવૈસીની સામે આઇપીસીની કલમ 144, 153A અને 188 હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી જેના પર કાર્યવાહી કરતા એસપી કિસનગંજ રાજીવ રંજને ધરપકડના આદેશ આપ્યા છે. AIMIM ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસી પર કોચાધામન વિધાનસભા વિસ્તારના સોંથા હાટમાં સોમવારના રોજ ચૂંટણી સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે.

કોચાધામન વિધાનસભા વિસ્તારથી પક્ષના ઉમેદવાર અખ્તરૂલ ઇમાન માટે ચૂંટણી પ્રચાર કરતા અકબરૂદ્દીનએ સંસદ સભ્યોની સામે આપત્તિજનક ટિપ્પણી કરી. જોકે તેમણે આ દરમિયાન પોતાના ભાઇ અસદુદ્દીન ઓવૈસીને અલગ રાખ્યા. અકબરૂદ્દીને ગુજરાતના રમખાણમાં કથિત રીતે સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'જાલિમ' અને 'શૈતાન' કહ્યાં હતા.

Comments