CCTV: રાજકોટના પટેલ પરિવારના ઘરે 75 તોલા સોના સહિત 21 લાખની ચોરી

સર્કલમાં પટેલ પરિવારના ઘરમાંથી 75 તોલા સોનાના દાગીના સહિત 21 લાખની ચોરીની બેગ સાથે તસ્કર
રાજકોટઃ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે ત્યારે રણછોડનગરમાં પટેલ પરિવારના મકાનમાંથી રૂ.21 લાખની મતાની ચોરીનો બનાવ બન્યો હતો. ખેતીકામ કરતા પટેલ પરિવાર સૂતો રહ્યો હતો અને તસ્કરો સોનાના દાગીના અને રોકડની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતાં. ઘટના બાદ બી–ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ આરોપીઓને ઝડપી લેવા દોડધામ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રણછોડનગર શેરી નં.3માં આવેલા પુરૂષાર્થ મકાનમાં રહેતા અશ્વિનભાઈ પુરૂષોતમભાઈ માલવીયા નામના પટેલ યુવાને બી–ડિવિઝન પોલીસ મથકમાં
ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે અજાણ્યા તસ્કરો તેના ખુલ્લા મકાનમાં પ્રવેશી કબાટમાં રાખેલા 75 તોલા સોનાના દાગીના અને 1.10 લાખની મત્તા ઉઠાવી ગયાનું જણાવ્યું હતું.
 
પ્રાથમિક તપાસ કરતા ખેતીકામ કરતા અને અગાઉ એમસીએકસનો ધંધો કરતા અશ્વિનભાઈ પરસોતમભાઈ માલવીયા અને તેમના પત્ની ઘેર સૂતા હતા, ત્યારે ખુલ્લા મકાનમાં પ્રવેશી તસ્કરો ચોરી કરી ગયાનું જણાવતા પોલીસે મકાનમાં રાખેલા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતાં પટેલ દંપતીને ઉંઘતા રાખી બે તસ્કરો ચોરી કરતા કેદ થયાનું ખુલતા પોલીસે અશ્વિનભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી ગત 18 ઓક્ટોબરના રોજ રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો પરંતુ ફરિયાદ આજે બુધવારે નોંધાઇ છે. તસ્કરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

Comments