CMના હોમટાઉનમાં ખખડી થાળીઓ, સ્વચ્છતા અભિયાનનો મહીલાઓ દ્વારા વિરોધ

(તસવીર:પાટીદાર મહીલાઓનુ ટોળુ વેલન અને થાળીઓ લઇ આવી પહોચી હતી  અને સ્વચ્છતા અભિયાનને ધરાર નિષ્ફળ બનાવ્યું હતું.)
CMના હોમટાઉનમાં ખખડી થાળીઓ, સ્વચ્છતા અભિયાનનો મહીલાઓ દ્વારા વિરોધ 
-ખણુસામાં ખખડી થાળીઓ, સ્વચ્છતા અભિયાનનો મહીલાઓ દ્વારા વિરોધ
-મુખ્યમંત્રીના હોમટાઉનમાં જ વિરોધના વંટોળે વેગ પકડ્યો, કોઇ કાર્યક્રમ નહિં થવા દેવાય
-થાળી, વેલણ સાથે  પાટીદાર મહિલાઓ ધસી આવતાં  કાર્યક્રમ પડતો મૂકાયો
 
વિજાપુર:પાટીદાર અનામત આંદોલનના પડધા સરકાર ધ્વારા ગાંધીજયંતી નીમીતે યોજાવેલ સ્વચ્છતા અભિયાનના કાર્યકમમાં પણ જોવા મળયા હતા વિજાપુર તાલુકાના ખણુસાની મહીલાઓએ થાળી વેલન લઇ આવી ને વગાડી આવેલ અધિકારી ને સ્વચ્છતા નો કાર્યકમ કરવા નહી દઇ ને તેઓ ને ભગાડયા હતા.
 
મુખ્યમંત્રીના હોમટાઉન વિજાપુર તાલુકામાં પાટીદાર આંદોલન દિવસે ને દિવસે વધુ તેજ ગતી પકડી રહયુ છે શુકવારે ગાંધીજયંતી પસંગે સરકાર ધ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યકમ ગામેગામ રાખ્યો હતો જેમાં વિજાપુર તાલુકાના ખણુસા ગામે સ્વચ્છતાઅભિયાનમાંનાયબમામલતદારમહોબતસિહ ચાવડા ગયા હતા આ સમયે ખણુસા ગામની પાટીદાર સમાજની મહીલાઓનુ ટોળુ વેલન અને થાળીઓ લઇ આવી પહોચી હતી ને આવેલ અધિકારી ને સ્વતચ્છતા અભિયાનનો વિરોધ કરી ત્યાં થી ભગાડી ને જણાવ્યુ હતુ કે સરકાર પાટીદારો ને કાર્યકમ નહી કરવા દેતા હોવાથી અમો પણ સરકારને કોઇ કાર્યકમ નહી કરવા દઇએ તેમ કહયુ હતુ જોકે ત્યારબાદ ખણુસાનો સ્વચ્છતા કાર્યકમ પડતો મુકવામાં આવ્યો હતો.

Comments