રાજકોટ: ભારત-દક્ષિણ આફ્રિકા વન ડે માટે પાટીદારોનો ડ્રેસ કોડ વાયરલ થતાં પોલીસને વળ્યો પરસેવો
રાજકોટ: આગામી 18 તારીખે રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાની વન ડે મેચ યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર રહેશે તેવી જાહેરાત બાદ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ પણ મેચમાં આવી વિરોધ કરશે. સાથે સાથે મોટી સંખ્યામાં પાટીદારો બેનર અને એક સરખા ટી-શર્ટ અને ટોપી પહેરી મેચમાં વિરોઘ કરશે. આ મુદ્દે કોઇએ સોશિયલ મીડિયામાં ડ્રેસ કોડ વાયરલ કર્યો છે. જેમાં સફેદ ટી-શર્ટમાં જય સરદાર અને ફાઇટ ઓફ રાઇટ અને સન ઓફ પાટીદાર લખવામાં આવ્યું છે.
રાજકોટમાં રમાનાર વન ડે મેચમાં પાટીદારો અનામત માંગ સાથે વિરોધ કરશે. જેમાં પાટીદારઓ ટિકિટ લઇ ઉમટી પડવા સમાજ દ્વારા મેસેજ કરવામાં આવ્યાં છે. એક સરખા ટી-શર્ટ પહેરી વિરોઘ કરાશે, જેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ જાહેરાત પછી પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું છે. આંતરરાષ્ટ્રીય મેચ જોવા મુખ્યમંત્રીની હાજરી એટલું ઓછું હોય તેમાં પાટીદારોનો વિરોધ પોલીસ તંત્રની ઉંઘ ઉડી ગઇ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આશરે 8000 પાટીદારો મેચમાં ઉમટી પડશે.પાટીદારોએ સફેદ ટી-શર્ટમાં અલગ અલગ પાટીદારો લખાણ લખી આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોઘને વેગવંતો બનાવશે સોશિયલ મીડિયા પર ડ્રેસ કોડ વાયરલ થતાં અન્ય પાટીદારો કામે પણ લાગી ગયા છે. સમય આવ્યે મોટી સંખ્યામાં મેચના દિવસે ગ્રાઉન્ડ પર ઉમટી પડશે.
Comments
Post a Comment