- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
કોલકાતા: ટી-20 સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ 0-2થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ મેચ (2 ઓક્ટોબર, ધરમશાળવા)માં 7 અને બીજી મેચ (5 ઓક્ટોબર, કટક)માં 6 વિકેટે ભારતન હરાવ્યુ હતુ. ગુરૂવારે ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. હવે 5 વન ડે મેચોની સીરીઝ 11 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે. પ્રથમ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે, પરંતુ ટી-20 સીરીઝમાં મળેલી હાર ટીમ ઇન્ડિયાને ઘણુ શીખવી ગઇ છે. કેટલીક એવી ભૂલો સામે આવી જે ફરી વખત મહેન્દ્રસિંહ ધોની વન ડે સીરીઝમાં નહી કરે.
* ધોનીએ પોતાના નિર્ણય વીશે ફરી વિચારવુ પડશે.
* જરૂરથી વધુ એક્સપેરિમેન્ટ ખતરનાક સાબિત થઇ શકે છે.
* જો પ્લેયર્સ ફોર્મમાં છે, તો તેને તક મળવી જોઇએ.
* રનિંગ બિટવીન ધ વિકેટ પર કામ કરવાની જરૂર છે.
* વર્લ્ડકપને જોતા ટી-20 ફોરમેટ પર ધ્યાન આપવાની જરૂર
ધોનીને મળી શકે છે ભૂલની સજા ?
આ નિર્ણય પર સવાલ: અજિંક્ય રહાણેને બહાર રાખવો, એસ અરવિન્દ પર વધુ વિશ્વાસ
* ટી-20 ફોરમેટના બેસ્ટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ગત 2 મેચમાં કેટલાક નિર્ણય એવા કર્યા જે સમજની બહાર હતા. અજિંક્ય રહાણેન ટીમની બહાર રાખ્યો અને એસ. અરવિન્દ જેવા નવા બોલરને પહેલી મેચમાં ફાઇનલ ઓવર કરાવી હતી. રહાણેને ઝિમ્બાબ્વેમાં કેપ્ટન બનાવીને મોકલવામાં આવ્યો હતો અને સીરીઝ પણ ટીમ ઇન્ડિયાના નામે રહી હતી. તે ફોર્મમાં પણ હતો, એવામાં તેને પ્લેઇંગ ઇલેવનની બહાર રાખવામાં આવતા સવાલ ઉઠી રહ્યા છે.
* જ્યારે વિરાટ કોહલી અને સુરેશ રૈના જેવા સારા પાર્ટ ટાઇમ સ્પિનર ટીમમાં છે તો ડેબ્યૂ મેચ રમનારા અરવિન્દને અંતિમ ઓવર કરવાનું રિસ્ક કેમ ? વચ્ચેની ઓવર્સમાં રૈના કે વિરાટને યૂઝ કરીને ભૂવનેશ્વર કુમાર કે અશ્વિનની એક ઓવર બચાવી શકાતી હતી. એવામાં મેચનું પરિણામ ભારતની ફેવરમાં આવી શકતુ હતુ, ધોનીએ પોતાના નિર્ણય પર ફરી વિચારવાની જરૂર છે.
WHAT NEXT: હવે 5 મેચોની વન ડે સીરીઝ
* કાનપુરમાં પ્રથમ વન ડે: 11 ઓક્ટોબર
* ઇન્દોરમાં બીજી વન ડે: 14 ઓક્ટોબર
* રાજકોટમાં ત્રીજી વન ડે: 18 ઓક્ટોબર
* ચેન્નઇમાં ચોથી વન ડે: 22 ઓક્ટોબર
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment