IND Vs SA: દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 6 વિકેટે મેળવ્યો ભવ્ય વિજય, મેચ સાથે સીરીઝ જીતી

દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની સીરીઝની બીજી ટી-20 મેચમાં ભારતે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકાએ 2-0થી સીરીઝ પોતાના નામે કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 92 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 17.1 ઓવરમાં 6 વિકેટે 17 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. હવે 8 ઓક્ટોબરે કોલકાતામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજો મુકાબલો રમાશે.

 દક્ષિણ આફ્રિકા તરફથી હાશીમ અમલા 2 અને ડુ પ્લેસીસ 16 જ્યારે ડી વિલિયર્સ 19 રન બનાવી આઉટ થયા હતા. આ ત્રણેય વિકેટ અશ્વિને ઝડપી હતી. જ્યારે અશ્વિનને બેહરેદીનની વિકેટ મળી હતી. દક્ષિણ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે ટીમ ઇન્ડિયા 17.2 ઓવરમાં 92 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી એલ્બી મોર્કલે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. મોર્કલે 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યરે ઇમરાન તાહિર અને ક્રિસ મોરિસે 2-2 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી રોહિત શર્મા અને સુરેશ રૈનાએ સૌથી વધુ 22-22 રન બનાવ્યા હતા.

દ.આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાએ ખરાબ શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયા તરફથી શિખર ધવન (11), વિરાટ કોહલી (1), રોહિત શર્મા (22) અને અંબાતી રાયડુ (0), સુરેશ રૈના (22), મહેન્દ્રસિંહ ધોની (5) અને હરભજન (0), આર. અશ્વિન (11), બી. કુમાર (0)રને આઉટ થયો હતો.

Comments