IND Vs SA T20: ભારતનું ખરાબ પ્રદર્શન, દર્શકોએ ગુસ્સે ભરાઇ મેદાનમાં બોટલો ફેકી હંગામો કર્યો

- પ્રેક્ષકોની ધમાલ, દ.આફ્રિકાનો વિજય
- બીજી ટ્વેન્ટી20 મેચમાં ભારત 6 વિકેટે હાર્યું , દ.આફ્રિકાએ 2-0થી શ્રેણી જીતી
 
પ્રશંસકોએ ટ્વિટ કરીને આ ઘટનાને નિંદનીય ગણાવી હતીકટક: ભારતીય ટીમ હારવા આરે આવતા નારાજ થયેલા પ્રેક્ષકોએ પાણીની બોટલો તથા પેપરના કપ ગ્રાઉન્ડમાં ફેંકતા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અહીં રમાયેલી બીજી ટ્વેન્ટી20 મેચ સ્થગિત કરાયા બાદ ફરી શરૂ કરાતા પ્રવાસી ટીમે મેચમાં છ વિકેટે આસાનીથી વિજય મેળવ્યો હતો. ભારત 17.2 ઓવરમાં માત્ર 92 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર સાઉથ આફ્રિકન ટીમે 11 ઓવરમાં ત્રણ વિકેટે 64 રન બનાવ્યા હતા ત્યારે પાણીની બોટલો ફેંકાતા મેચને બે વખત બંધ રાખવામાં આવી હતી.
 
ત્યારબાદ મેચ ફરીથી શરૂ કરવામાં આવી હતી અને  સાઉથ આફ્રિકાએ 4 વિકેટના ભોગે 96 રન બનાવી આ મેચ જીતી લીધી હતી. ડીવિલિયર્સ 19, અમલા 2 તથા ડુ પ્લેસિસ 16 રન બનાવીને આઉટ થયા હતા.  સાઉથ આફ્રિકાએ સતત બીજી વખત ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર ધવન બીજી વખત ફ્લોપ રહ્યો હતો અને તેણે 12 બોલમાં 11 રન બનાવીને આઉટ થતા ભારતે 28 રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી હતી.
 
 કોહલી, રોહિત રનઆઉટ : કોહલી પાસેથી મોટી આશા હતી પરંતુ તે બિનજરૂરી બીજો રન લેવાના પ્રયાસમાં મોરિસના સીધા થ્રોથી રનઆઉટ થયો હતો. તે એક જ રન બનાવી શક્યો હતો. પ્રથમ મેચમાં સદી નોંધાવનાર રોહિત 24 બોલમાં 22 રન બનાવી ચૂક્યો હતો પરંતુ એક ઝડપી સિંગલ લેવાના પ્રયાસમાં તે મિલરના નોન સ્ટ્રાઇકર છેડા પર સીધા થ્રોથી તે રનઆઉટ થયો હતો.

 રાયડુ ફરી ‘મિસ્ટર ઝીરો’ બન્યો : બે સ્ટાર બેટ્સમેનોના રનઆઉટ થતા ભારતની બેટિંગ વેરવિખર થઇ ગઇ હતી. અંબાતી રાયડુ રબાડાએ નાખેલા સામાન્ય ફુલટોસ બોલમાં બોલ્ડ થયો હતો. તે સતત બીજી મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો.

તાહિરની સતત બે વિકેટ : ધોનીને (5) મોર્કેલે વિકેટકીપર ડીવિલિયર્સના હાથે કેચઆઉટ કરાવ્યા બાદ સ્પિનર ઇમરાન તાહિરે સતત બે બોલમાં રૈના (22) તથા હરભજન (0)ને આઉટ કર્યા હતા. તાહિરે બંનેને પેવેલિયન મોકલ્યા બાદ ઉજવણી કરવા માટે મેદાનમાં રાઉન્ડ માર્યું હતું. મોર્કેલે 16મી ઓવરમાં અક્ષર (9) તથા ભુવનેશ્વરને (0) આઉટ કર્યા હતા. મોરિસે અશ્વિનને (11) બોલ્ડ કરીને ભારતની ઇનિંગ્સ સમેટી નાખી હતી.
 
દર્શકો ભરાયા ગુસ્સે
 
ભારતે આપેલા 93 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ જીતની નજીક હતી ત્યારે મેચની 11મી ઓવર પૂર્ણ થતા જ દર્શકોએ મેદાનમાં બોટલો નાખવાનું શરૂ કર્યુ હતુ. જ્યારે એક બાજુ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી આ નજારો જોઇને અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 29 રનની જરૂર હતી ત્યારે દર્શકો ગુસ્સે ભરાયા હતા. 2 ઓવર નંખાયા બાદ ફરી મેદાનમાં દર્શકો પાણીની બોટલ નાખવાનું શરૂ કરતા મહેન્દ્રસિંહ ધોની સહિતના ખેલાડીઓ નાખુશ થયા હતા.મહત્વપૂર્ણ છે કે ભારત 92 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતુ

Comments