લેટેસ્ટ iPhoneમાંથી ડેટા કાઢવો અશક્ય, અમે પણ નથી કરી શકતા એક્સેસ: APPLE


લેટેસ્ટ iPhoneમાંથી ડેટા કાઢવો અશક્ય, અમે પણ નથી કરી શકતા એક્સેસ: APPLEગેજેટ ડેસ્કઃ આઇફોન બનાવનારી કંપની Appleએ અમેરિકાની કોર્ટમાં કહ્યું કે, તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ (આઇઓએસ 8 અને આઇઓએસ 9)વાળા સ્માર્ટફોન્સના ડેટાને લૉક કરેલી પોઝીશનમાં એક્સેસ કરવા અશક્ય છે. આઇફોન્સમાંથી ડેટા કાઢવો અસંભવ છે અમે પણ નથી કરી શકતા ડેટાનો એક્સેસ. કંપનીએ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે. જોકે, તેના જૂના વર્ઝનના ફોન્સને અનલોક કરવાની ટેકનિક તેમની પાસે છે. એપલે આઇફોન 6 અને 6 પ્લસને આઇઓએસ 8 સાથે લૉન્ચ કર્યા હતા. જ્યારે લેટેસ્ટ આઇફોન 6એસ અને 6એસ પ્લસને આઇઓએસ 9 સાથે માર્કેટમાં ઉતાર્યા છે.  
 
ઘટના શું છે?

યુએસ જસ્ટીસ ડિપાર્ટમેન્ટે માંગ કરી હતી કે તપાસ દરમિયાન જે આઇફોન મળ્યા હતા તેના ડેટાને રિકવર કરવા અને બહાર કાઢવા કંપની મદદ કરે. ત્યારપછી બ્રુકલીનના એક ફેડરલ જજ જેમ્સ ઓરેન્સટીને કંપનીએ તેનો જવાબ માગ્યો હતો, અને એપલ સોમવારે સાંજે પોતાના જવાબ રજૂ કર્યો હતો. 
 
શું કહ્યું એપલે?
 
> એપલના જણાવ્યા અનુસાર, iOS 8 અને હાયર ઓએસ પર પર કરવાવાળા 90 ટકા ડિવાઇસીસ માટે જસ્ટીસ ડિપાર્ટમેન્ટની રિક્વેસ્ટના હિસાબે કામ કરવું (ડેટા એક્સેસ કરવો) અશક્ય છે. કંપની અનુસાર આનું કારણ ઓએસમાં એન્સ્ક્રીપ્શન ટેકનોલૉજીને વધારે મજબૂત કરવાનું છે. 
 
> iOS 8 અને iOS 9માં એવું ફિચર છે, જે પાસવર્ડ વિના ફોનના ડેટાને એક્સેસ કરતું રોકે છે. કોઇપણ યૂઝર્સ તેનો એક્સેસ નથી કરી શકતો ખુદ એપલ પણ આને નથી ખોલુ શકતું. 
 
> કંપની અનુસાર, આ ફીચર 2104માં શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે નેશનલ સિક્યુરિટી એજન્સીના કૉન્ટ્રેક્ટર એડવર્ડ સ્નોડેન દ્વારા જે ખુલાસા કરવામાં આવ્યા હતા તેનાથી લોકોમાં ભય હતો. 
 
> એપલે કહ્યું કે, તે માત્ર એવા 10 ટકા ડિવાઇસીસને જ એક્સેસ કરી શકે છે કે જેમાં જુની ઓએસ રન થાય છે. એપલને ડેટા એક્સેસ કરવા માટે મજબૂર કરવી યોગ્ય નથી કેમકે તેનાથી કંપનીએ અને તેના કસ્ટમર વચ્ચેનો ભરોસો ઘટી શકે છે. આ ઉપરાંત બ્રાન્ડ ઇમેજ પણ ખરાબ થશે.

Comments