આ ગ્લેમરસ મોડલ IPLને કરી ચુકી છે હોસ્ટ, હવે બિગ બોસમાં જોવા મળશે

મુંબઇ: આઇપીએલને હોસ્ટ કરી ચુકેલી એન્કર રોશેલ રાવ હવે બિગ બોસની નવી સીઝનમાં જોવા મળે તેવી શક્યતા છે. રોશેલ આઇપીએલ સીવાય એનાલિસિસ શો ‘એકસ્ટ્રા ઇનિંગ્સ’ને પણ હોસ્ટ કરી ચુકી છે. રોશેલ મારિયા રાવ કરિશ્મા કોટક સાથે IPLની છઠ્ઠી સીઝનને હોસ્ટ કરતી હતી.
કોણ છે રોશેલ રાવ ?
 
1988માં ચેન્નઇમાં જન્મેલી રોશેલ મારિયા રાવ એક મોડલ તથા એન્કર છે. તેના પિતા ડો.એન.વી. રાવ વકીલ છે. રોશેલે એમઓપી વેષ્ણવ કોલેજ ફોર વુમનમાંથી ઇલેકટ્રોનિક મીડિયામાં બીએસસી કર્યુ છે. રોશેલને ફોટોગ્રાફીનો પણ શોખ છે. રોશેલ 2012માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ રહી ચુકી છે.
 
2012માં બની બ્યૂટી ક્વિનઃ
 
રોશેલ જ્યારે કોલેજમાં હતી, ત્યારે જ મોડલિંગમાં આવી ગઈ હતી. 2012માં તેણે ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. આ પહેલાં જાન્યુઆરી, 2012માં રોશેલે ફેમિના મિસ ઈન્ડિયા (સાઉથ)માં ભાગ લીધો હતો અને તેમાં તે ફર્સ્ટ રનર-અપ રહી હતી. રોશેલ ઝલક દિખલા જા તેમજ ખતરો કે ખેલાડી જેવા શોમાં પણ જોવા મળી હતી.

Comments