- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
- વિજોય સરકારી નહીં, અંગત નોકરી કરાવતા હતા
- પોલીસ કર્મચારીઓ જેટલા દિવસ સાહેબના બંગલે હાજરી ભરે તેટલા દિવસનો પગાર મળતો
- ઓફિસ ઉપરાંત બંગલે રખાતા રજિસ્ટરમાં સહી કરવી પડી હતી
અમદાવાદ: આઈપીએસ વિપુલ વિજોય સામેની ઈન્કવાયરીની તપાસ હોમગાર્ડના ડીજીપી એચ.પી.સિંઘે શરૂ કરી પીએસઆઈ સચદે સહિત સાત લોકોના નિવેદન લીધા હતા. નિવેદનમાં પોલીસ કર્મચારીઓએ તેઓને કઈ રીતે બંધક બનાવાયા તેનું વર્ણન કર્યું હતું. હોમગાર્ડના ડીજીપી એચ.પી.સિંઘને આઈપીએસ વિપુલ વિજોયે દ્વારા પોલીસ કર્મચારીઓને બંધક બનાવાયાની ઘટનાની તપાસ આજે શરૂ કરી હતી. જે મુજબ આજે સવારે 11 વાગ્યે સરકારી વાહનમાં જીસ્વાનના 13 કર્મચારીઓ નિવેદન લખાવવા શાહીબાગ હોમગાર્ડની ઓફિસે પહોંચ્યા હતા. ડીજીપી સિંઘે પ્રથમ પીએસઆઈ પી.સી.સચદેનું બંધ બારણે 3 કલાક સુધી નિવેદન લીધું હતું. ત્યાર બાદ અન્ય છ કર્મચારીઓના નિવેદન લેવાયા હતા.
આઈપીએસ વિપુલ વિજોય અને તેમના પત્નીની કેટલી હદે બર્બરતા આચરતા તેના પુરાવા કેટલાક પોલીસ કર્મચારીઓએ મીડિયાને બતાવ્યા હતા. જે મુજબ જીસ્વાનના કર્મચારીઓની હાજરી ઓફિસરના રજિસ્ટર પરથી નહીં, પરંતુ સાહેબના બંગલાના રજિસ્ટર પરથી ગણવામાં આવતી હતી. સાહેબના બંગલાના રજિસ્ટરમાં કર્મચારીએ જેટલા દિવસો ભર્યા હોય તેટલા દિવસોનો પગાર તેને મળતો હતો. પોલીસ ભવનના સાતમાં માળે આવેલા જીસ્વાનના કર્મચારીઓને ઓફિસ ઉપરાંત સાહેબના બંગલે પણ રજિસ્ટરમાં સહી કરવી પડી હતી.
ગેઝેટેડ કક્ષાના ઓફિસર દ્વારા પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલી એક વર્ધીમાં એવી વિગતો છે કે, કર્મચરીઓની હાજરીની ગણતરી જે તે રાઈડરે સાહેબના બંગલે પડેલા રજિસ્ટરમાં કરેલી સહી જોઈને કરવી અને તે મુજબ કર્મચારીઓનો પગાર કરવો. આ બાબતે ચૂક કરશે તો રાઈડર સામે પગલાં લેવામાં આવશે. આ વર્ધી બે કર્મચારીઓ પ્રવીણસિંહ અને દિલીપસિંહ 29-9-2015ના રોજ ગેરહાજર હોવાનું બતાવવામાં આવ્યું છે. આ મુદ્દે તમામ કર્મચારીઓને સાહેબના બંગલે હાજરી પુરાવા પડતી હોવાની પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ ઉપરાંત સિગારેટના બોક્સ, નાસ્તાના પેકેટ કે ન્યૂઝ પેપર આપવા માટે પણ કર્મચારીઓને સાહેબના બંગલે સરકારી ગાડીઓ લઈને જવું પડતું હતું. જે કર્મચારી ન્યૂઝ પેપર નાંખવામાં મોડું કરે તો તેને આખા દિવસ બંગલે બેસી રહેવાની સજા મળતી હતી. આ રીતે કર્મચારીને સાહેબના બંગલાના ગેરેજમાં બેસી રહેવું પડતું હતું. એક કર્મચારીના ભત્રીજાનું એક્સિડન્ટમાં અવસાન થયાના સમાચાર ટીવી અને ન્યૂઝ પેપરમાં આવ્યા હતા. તેમ છતાં પણ આ કર્મચારીને રજા ના આપી અને મૂળ પગારમાં પરત મૂકી દેવા ચીમકી આપી હતી. આખરે આ કર્મચારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો હાલમાં તે માંગદી રજા પર છે. રેડિયો ઓપરેટરને સંત્રી તરીકે ડ્યૂટી આપી જે રાત્રીના સમયે બેસી જતાં તેની બદલી આહવા કરવાનો આેર્ડર સાહેબે મેડમને વંચાવ્યો હતો. એક મિકેનિક સુપરવાઈઝર કક્ષાનો કર્મચારીને સંત્રીની ડ્યૂટી આપી હતી. આ કર્મચારીનો પુત્ર ગુમ થઈ જતાં તે ટેન્શનમાં નોકરી આવી ના શકતાં સાહેબે તેની બદલી રાતોરાત ભુજ કરી હતી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment