‘દસ આતંકી રેપ કરે તો કોઈ સ્ત્રી મુસ્લિમ બની જાય’, ISની સેક્સ સ્લેવની કહાણી

ઈસ્લામિક સ્ટેટના કબજામાંથી ભાગી છૂટેલી એક યઝીદી મહિલાઈન્ટરનેશનલ ડેસ્કઃ સુન્ની આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(IS) સેક્સ સ્લેવ બનાવાયેલી યઝીદી મહિલાઓ પર કેવા અત્યાચારો કરે છે તેના કિસ્સા છાશવારે સામે આવતા જ રહે છે.આવા જ કિસ્સાના ભાગરૂપે ISના કબજામાંથી છુટેલી બે યઝીદી મહિલાઓએ પોતાની દાસ્તાન CNN સમક્ષ વર્ણવી છે. પીડિતાએ જણાવ્યું કે કેવી રીતે એક ગર્ભવતી મહિલાનું અપહરણ કરી તેને ઈસ્લામિક સ્ટેટને વેંચી દેવામાં આવી. કઈ રીતે જીવના જોખમે તેનો ગર્ભપાત કરવામાં આવ્યો કે જેથી તેને સેક્સ સ્લેવ બનાવી શકાય.  અન્ય એક પીડિતાએ જણાવ્યું કે કઈ રીતે આતંકવાદીઓએ તેને કહ્યું કે દસ વખત બળાત્કારનો ભોગ બન્યા બાદ તે મુસલમાન બની જશે.


બુસરા નામની એક મહિલાઓએ જણાવ્યું કે તેની એક મિત્ર ત્રણ મહિનાની ગર્ભવતી હતી. જોકે, આતંકવાદીઓએ બળજબરી તેનો ગર્ભપાત કરાવી દીધો. ગર્ભપાત એટલો પીડાદાયક હતો કે એ મહિલા માંડ માંડ બચી શકી. બુસરાના જણાવ્યા અનુસાર ગર્ભપાત બાદ એ મહિલાને ભારે રક્તસ્ત્રાવ થયો હતો. આતંકવાદીઓએ તેમના પોતાના ‘ગાયનેકોલોજીસ્ટ’ પાસે આ ગર્ભપાત કરાવ્યો હતો. એની હાલત એવી થઈ ગઈ હતી કે એ ના તો કંઈ બોલી શકતી હતી કે ના હાલી-ચાલી શકતી હતી.
 
ઈસ્લામિક સ્ટેટના કબજામાંથી ભાગી છૂટેલી નૂર નામની અન્ય એક યઝીદી મહિલાએ જણાવ્યું કે તેને ખરીદ્યા બાદ જેહાદીએ તેને એક પત્ર બતાવ્યો હતો. જેમા લખેલું હતું કે જો કોઈ બિન મુસ્લિમ મહિલા પર ઈસ્લામિક સ્ટેટના દસ આતંકવાદીઓ બળાત્કાર કરે તો તે મુસ્લિમ બની જાય છે. એ જેહાદીએ બળાત્કાર કર્યા બાદ તેને અન્ય 11 જેહાદીઓને સોંપી દીધી હતી. 

Comments