મર્કલ-મોદી મુલાકાત: જર્મન કંપનીઓને Make In India માટે આમંત્રણ

Image result for modi jarmani latest  meetingનવી દિલ્હી: જર્મનીના ચાન્સેલર એંજેના મર્કેલ બે દિવસની ભારત મુલાકાતે આવી પહોંચ્યાં છે. રવિવારે મોડી રાતે નવી દિલ્હીમાં રાજ્યમંત્રીએ તેમને રિસીવ કર્યા છે. આજે વહેલી સવારે તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતાં. ત્યાં વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. એન્જેલિના મર્કેલ રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારપછી વડાપ્રધાન મોદી અને મર્કેલની હૈદરાબાદ હાઉસમાં બેઠક કરી હતી. 
 
આ મુલાકાત પછી મોદી અને માર્કેલ જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે. જર્મનીની ચાન્સેલરે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે, અમે ભારતના મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટમાં હેલ્પ કરવા માટે 
તૈયાર છીએ. ભારતમાં પહેલેથી જ 1500 જર્મન કંપનીઓ છે, કંપનીઓને લાઈસન્સ આપવાની પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાથી ભારતમાં વેપારના ઓપ્શનમાં વધારો થયો છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું છે કે, ભારતના ઈકોનોમી રિફોર્મમાં જર્મની એક નેચરલ પાર્ટનર છે. જર્મનીની સ્ટ્રેન્થ અને ભારતની પ્રાયોરિટી એક છે. બંને દેશો વચ્ચે ટ્રેડ અને અન્ય સેક્ટરને લગતા 12થી વધારે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. 
 
મર્કેલના નિવેદન સાથે જોડાયેલા અમુક મહત્વના મુદ્દા
 
* બંને દેશોના રિપ્રેઝન્ટેટિવ વચ્ચે મહત્વના મુદ્દાઓની ચર્ચા થઈ હતી.
* ભારત અને જર્મની વચ્ચે ઈકોનોમીક રિલેશન ખૂબ જ સારા છે
* અમે સાયન્સ ટેક્નોલોજી અને વોકેશન ફિલ્ડસમાં આંતરિક સહયોગ વધારી રહ્યા છીએ
* દરેક દિશાનો વિકાસ ત્યારે જ થઈ શકે છે જ્યારે ગ્રામીણ વિસ્તારને ઈગ્નોર કરવામાં ન આવે 
* દુનિયાની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે ભારત અને જર્મની પીસફુલ અને ડિપ્લોમેટિક સોલ્યુશન પર કામ કરી રહ્યા છે
*  અમે અફઘાનિસ્તાનમાં સિક્યુરિટિને લઈને ચિંતામાં છીએ
 
PM મોદીના નિવેદનના અમુક મુદ્દાઓ

* ભારતના ઈકોનોમી રિફોર્મમાં જર્મની મહત્વનું ભાગીદાર છે. જર્મનીની સ્ટ્રેન્થ અને ભારતની પ્રાયોરિટી એક છે
* ઈન્ટર ગરર્મેટલ કંસલ્ટેંશનનું મોડલ યુનિક છે. ભારત-જર્મનીના સંબંધોમાં જર્મન ડેલિગેશન ખૂબ સક્રિય દેખાય છે
* ચાન્સેલર માર્કેલની લીડરશીર યુરોપ અને દુનિયા માટે મુશ્કેલ સમયમાં ખૂબ ભરોસા પાત્ર સોર્સ છે
* ટેંપરેચર પર નિયંત્રણ મેળવવા માટે આપણે ટેંપરામેન્ટમાં ફેરફાર લાવવો જોઈએ
* ભારતમાં ગ્રીન એનર્જી કોરિડોર અને સોલર પ્રોજેક્ટ્સ માટે જર્મની દ્વારા એક-એક બીલિયન યુરોઝની ખૂબ મહત્વની છે
* G4 સમિટમાં થયેલી વાતચીત દરમિયાન ચાન્સેલર અને મોદી યુએનમાં ફેરફાર માટે મુદ્દો ઉઠાવતા રહેશે
* દસમી સદીની મા દુર્ગાની પ્રતિમા પરત આપવા માટે જર્મની અને ડો. માર્કેલનો આભાર

Comments