- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
- હું ભાજપનો સભ્ય છું, માંડવીયા હળહળતું ખોટું બોલે છે : કોટડીયા
- પાંચ હજાર સભ્યોની નોંધણી કરાવી હોઇ મારૂં સન્માન પણ કરાયુ હતું
- ધારાસભ્ય કોટડીયાના બનાવટી તેવરથી ભાજપ છાવણી સ્તબ્ધ
અમરેલી: ધારીના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ ગઇકાલે કેરાળાની એક સભામાં રાજ્યની ભાજપ સરકાર સામે જ મોરચો માંડી અનામત ન મળે તો ભાજપને મત ન આપવા લોકોને અપીલ કરી ખુલ્લો વિદ્રોહ કર્યા બાદ આજે ભાજપ મહામંત્રી મનસુખ માંડવીયાએ ધારાસભ્ય કોટડીયા ભાજપના સભ્ય જ નથી તેવું નિવેદન કરતા કોટડીયાએ તેમને પણ આડે હાથ લઇ તેઓ ખોટુ બોલતા હોવાનું જણાવ્યુ હતું અને પોતે સભ્ય હોવાની પહોંચ રજુ કરી પાંચ હજાર સભ્યો બનાવવા બદલ પોતાનું સન્માન થયાનું પણ જણાવ્યુ હતું.રાજ્યમાં સરકાર ગમે તે પક્ષની હોય, મુખ્યમંત્રી ગમે તે હોય પણ તેમની સામે વિદ્રોહની શરૂઆત મહદ: અંશે અમરેલી જીલ્લામાંથી જ થાય છે. આનંદીબેનની સરકાર સાથે પણ આવું જ બની રહ્યુ છે.
પાટીદાર અનામત આંદોલનના પગલે ધારી-બગસરાના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ સરકાર સામે રીતસર બગાવતનો બુંગીયો ફુંક્યો છે. ગઇકાલે કમીકેરાળામાં તેમણે પોતાના સન્માન દરમ્યાન પટેલ સમાજને સંબોધતી વખતે પાટીદારો પર લાઠીચાર્જનો હુકમ ફૈબાએ જ આપ્યાનો આક્ષેપ કરી જો અનામત ન મળે તો આગામી ચુંટણીમાં ભાજપની વિરૂધ્ધ મતદાન કરી દેજો તેમ કહ્યુ હતું. નલીન કોટડીયાના આ બગાવતી તેવરથી ભારતિય જનતા પાર્ટીની છાવણી પણ આંચકો ખાઇ ગઇ છે. આજે પ્રદેશ ભાજપના મહામંત્રી મનસુખભાઇ માંડવીયાએ એવું નિવેદન કર્યુ હતું કે નલીનભાઇ કોટડીયા ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી. જેને પગલે કોટડીયાએ આજે માંડવીયાને પણ આડેહાથ લીધા હતાં અને જણાવ્યુ હતું કે તેઓ હળાહળ જુઠ્ઠુ બોલી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે તેમની પાસે પ્રાથમિક સભ્યની પહોંચ પણ છે અને તેમણે ભાજપના પાંચ હજાર સભ્યોની નોંધણી પણ કરાવી હતી. જેથી ગાંધીનગરમાં તેમનું સન્માન પણ કરાયુ હતું.
- મનસુખ માંડવીયાને આડેહાથે લીધા
નલીન કોટડીયાના આ બગાવતી તેવરથી ભારતિય જનતા પાર્ટીની છાવણી પણ આંચકો ખાઇ ગઇ છે. આજે પ્રદેશ ભાજપના મહામંત્રી મનસુખભાઇ માંડવીયાએ એવું નિવેદન કર્યુ હતું કે નલીનભાઇ કોટડીયા ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી. જેને પગલે કોટડીયાએ આજે માંડવીયાને પણ આડેહાથ લીધા હતાં
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment