ઓપિનિયન પોલમાં NDAને 147 અને મહાગઠબંધનને માત્ર 64 સીટ

બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને સર્વે અને ઓપિનિયન પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2015ને લઇને ટાઇમ્સ નાઉ અને સીવોટર, લોકનીતિ સીએસડીએસે ઓપિનિયન પોલ કરાવ્યા હતા. રિપોર્ટમાં એ જાણવાનો પ્રયત્ન કરવામાં  આવ્યો છે કે, બિહારમાં કયા ગઠબંધનને કેટલી સીટો મળશે. જેમાં એનડીએને 147, મહાગઠબંધનને 64 અને અન્યને 32 સીટો મળવાનું સર્વેમાં બહાર આવ્યું છે. સર્વે પ્રમાણે યાદવ વોટરની પસંદ કોણ છે. જેમાં 43.07 ટકા એનડીએ જ્યારે 50.02 ટકા મહાગઠબંધન અને અન્યને 6.01 ટકા સમર્થન મળ્યું છે.

ઓપિનિયન પોલમાં પૂછવામાં આવ્યું હતું કે, નક્સલી વિસ્તારમાં કોણ જીતશે ? જેમાં 54.06 ટકા લોકોએ એનડીએને પોતાનો મત આપ્યો હતો જ્યારે 39.7 ટકા મહાગઠબંધનને અને 5.07 ટકા લોકો અન્યને આપ્યો હતો. ઓપિનિયન પોલ પ્રમાણે નીતીશ કુમારના ક્ષેત્રમાં નાલંદામાં 42 ટકા એનડીએને સપોર્ટ મળ્યો હતો. મહાગઠબંધન 50 ટકા અને બાકી અન્યને 8 ટકા મળ્યો છે.

બિહારમાં મુસલમાન કોને વોટ આપશે એ સવાલમાં 35.09 ટકા મુસ્લિમ એનડીએને સપોર્ટ કરશે જ્યારે 57.09 ટકા મહાગઠબંધન અને અન્ય 6.02 ટકા  સપોર્ટ કરશે. પોલ પ્રમાણે હિન્દુ જેના પોતાનો મત આપવા ઇચ્છે છે તેમાં 57 ટકા એનડીએ અને 36.06 ટકા મહાગઠબંધન અને 6 ટકા અન્યને આપશે.  કઇ પાર્ટી કયા તબક્કામાં કેટલી આગળ હશે એના જવાબમાં એનડીએને સૌથી આગળ રાખવામાં આવી હતી. સરેરાશ દરેક તબક્કામાં એનડીએ 53.55 ટકા સુધી આગળ રહેશે. જ્યારે મહાગઠબંધન 40થી 41 ટકા રહેશે. ઓપિનિયન પોલ પ્રમાણે બિહારમાં 53.08 ટકા લોકો કહી રહ્યા છે કે એનડીએની સરકાર બની રહી છે. 40.02 ટકા કહે છે કે મહાગઠબંધનની સરકાર બનશે.

લોકનીતિ સીએસડીએસ દ્વારા સપ્ટેમ્બર માસમાં સર્વે કરવામાં આવ્યો હતો.  જે પ્રમાણે એનડીએને 42 ટકા વોટ જ્યારે મહાગઠબંધનને 38 ટકા વોટ મળશે. સમાજવાદી પાર્ટી અને પપ્પુ યાદવના ત્રીજા મોરચાનો કોઈ પ્રભાવ નહીં પડે.

Comments