- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ગૂગલે પોતાના બે લેટેસ્ટ નેક્સસ હેન્ડસેટ લૉન્ચ કરી દીધા છે. ગૂગલના નેક્સસ 5X સ્માર્ટફોન પર અત્યારે કંપનીની ઘણીબધી આશાઓ જોડાયેલી છે. જ્યારે ગૂગલે નેક્સસ 5ને પહેલીવાર 2013માં લૉન્ચ કર્યો ત્યારે તેની માગ રાતોરાત વધી ગઇ હતી. હવે ફરી એકવાર કંપની પોતાના નવા નેક્સસ 5X ફોનને લઇને માર્કેટમાં આવી છે. ફરી પાછું એકવાર આ ફોન પર કંપની નેક્સસ 5 જેવી જ આશાઓ રાખી રહી છે, ત્યારે આ નવા ફોનમાં પણ કેટલીક ખામીઓ સામે આવી છે.
1) એન્ડ્રોઇડ વર્ઝન નવું, પણ રેમ ઓછી : બધા નેક્સસ ફોન્સમાં યૂઝર્સને નવી એન્ડ્રોઇડ ફ્લેવર (માર્શમેલો 6.0)નો સ્વાદ મળશે. પણ ફોનના પાવર ફીચર્સને જોઇએ તો એન્ડ્રોઇડ 6.0ની સાથે 1.82 GHzનું હેક્સા-કોર પ્રોસેસ
ર આપ્યું છે. આ ક્વાલ-કૉમ સ્નેપડ્રેગન પ્રોસેસર છે, જે ક્વાલકૉમ કંપનીનું બીજું સૌથી બેસ્ટ ફ્લેગશિપ ડિવાઇસ છે. આટલા ફાસ્ટ પ્રોસેસરની સાથે ફક્ત 2GB જ રેમ આપવામાં આવે તો તે થોડું ઓછું કહેવાય. ગૂગલે આ નવા ફ્લેગશિપ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછી 3GB રેમ તો આપવી જ જોઇતી હતી.
2) 16GB બેઝ મૉડલ અને મેમરી કાર્ડ સ્લૉટની ગેરહાજરી : ઓલ ઓવર જોઇએ તો એપલ પણ પોતાના બેઝ મૉડલમાં 16GBનું સ્ટોરેજ આપે છે અને કાર્ડ સ્લોટ નથી આપતી. પણ એપલની iOSને ઓછી મેમરીની જરૂર પડે છે. પણ જો આ જ સ્પેસીફિકેશન એન્ડ્રોઇડની સાથે મૂકવામા આવે તો એન્ડ્રોઇડ Mનાં ફિચર્સ અને એન્ડ્રોઇડની બેઝિક સ્ટોરેજને જોવામાં આવે તો 16GB મૉડલ ઘણું ઓછું લાગે છે. ગૂગલના નેક્સસ 5Xમાં સારામાં સારો રિયર કેમેરો છે એટલે ફોટો સાઇઝ પણ મોટી હશે. આની સાથે ફોનમાં 4K વીડિયો રેકોર્ડિંગ છે, તો યૂઝરને જરૂર સ્ટોરેજનો અભાવ વર્તાશે.
3) પ્લાસ્ટિક બૉડી : જો તમે 30 હજારથી વધુ કિંમતનો ફોન ખરીદવા ઇચ્છતા હોય તો જરૂર તમને એક સ્ટાઇલિશ ફોન જોઇતો હશે. મેટાલિક ફોનની સાથે એક પ્રીમિયમ ફીલિંગ જોડાયેલી હશે. હવે આવામાં નેક્સસ 5X 31,990 રૂપિયામાં પ્લાસ્ટિક બૉડીવાળો સ્માર્ટફોન જરૂર તમને થોડો મોંઘો પડશે. ગૂગલને કદાચ પ્રીમિયમ સ્માર્ટફોનનો લુક આપતા આવડે છે એટલા માટે જ નેક્સસ 6P મેટલ બૉડી સાથે માર્કેટમાં મૂક્યો છે અને નેક્સસ 5Xમાં મેટલ બૉડીની ગેરહાજરી અન્ય ફોનથી પીછેહઠ ગણી શકાય છે. બીજી રીતે જોવા જઇએ તો આ જ રેન્જમાં માર્કેટમાં કેટલાય મોટા ફ્લેગશિપ મેટલ સ્માર્ટફોન્સ ઉપલબ્ધ છે.
4) QHD નથી: ફૂલ એચડી ક્વૉલિટી સારી ગણાય છે. નેક્સસ 5Xની 5.2 ઇંચની સ્ક્રીન 1080*1920 પિક્સલ રિઝોલ્યુશન ક્વૉલિટી આપે છે અને આ જ સ્ક્રીન રિઝોલ્યુશન નેક્સસ 5માં પણ હતું, જે બે વર્ષ પહેલા લૉન્ચ થયો હતો. હવે જોવાની વાત એ છે કે જો નેક્સસ 6P AMOLED QHD ડિસ્પ્લે સાથે આવ્યો હોય તો ગૂગલનો બીજો ફ્લેગશિપ સ્માર્ટફોન પાછળ કેમ રહ્યો. 2015માં ગૂગલે બે વર્ષ જૂની સ્ક્રીનમાં થોડો ફેરફાર કરવો જોઇતો હતો.
5) ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન : સૌથી મોટી ખોટ જે નેક્સસ 5Xમાં છે, તે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઝેશનની છે. નેક્સસ 5માં બે વર્ષ પહેલાં આ કેમેરા ટેકનોલૉજી હતી. પણ નેક્સસ 5Xમાં હવે આ ફીચર નથી આપ્યું. ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશની મદદથી ફોટોને શેકના કારણથી ખરાબ થતો અટકાવી શકાય છે. નેક્સસ 5X જૂના મૉડલ નેક્સસ 5થી થોડું મોટું છે એટલે શેક થવાની પણ સમસ્યા પણ મોટી જ રહેશે. આ ઉપરાંત 4K વિડિયો ફીચર છે, પણ iOSની કમી યૂઝરને વિડિયોમાં પણ નડશે.

Comments
Post a Comment