NRI વિદ્યાર્થિની બોલી, હું તો છોકરો છું, અમેરિકી માતા-પિતા ચોંકી ઊઠ્યાં

10 સપ્ટેમ્બરથી ગાયબ NRI વિદ્યાર્થિનીએ એવો ખુલાસો કર્યો હતો, જેનાથી બધા ચોંકી ઊઠ્યા હતા. NRI વિદ્યાર્થિની પોતાની જાતને સમલૈંગિક(ગે) માને છે અને ખુદને છોકરો ગણે છે. છાત્રા માતા-પિતાના અત્યાચારોથી પરેશાન છે. પોતાને સમલૈંગિક જણાવતા તેણે માતા-પિતા ઉપર લગ્નનું દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. 

દિલ્હી હાઇકોર્ટમાં પહોંચી વિદ્યાર્થિની

કેલિફોર્નિયામાં વૈજ્ઞાનિક માતા-પિતાની વિરુદ્ધ 19 વર્ષની વિદ્યાર્થિનીએ  દિલ્હી હાઇકોર્ટમાં ન્યાયની અપીલ કરી છે. તેનું કહેવું છે કે, તે અમેરિકી માતા-પિતા મૂળભૂત ભારતીય અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. વિદ્યાર્થિનીએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાને સુરક્ષા આપવાની સાથે અમેરિકા પરત મોકલવાની માંગણી કરી છે.

વિદ્યાર્થિની બોલી હું સમલૈંગિક છું

વિદ્યાર્થિનીએ ચોખ્ખેચોખ્ખું કહ્યું હતું કે તે લેસ્બિયન છે અને તે વાત તેનાં માતા પિતાને પણ ખબર છે. વિદ્યાર્થિનીઓએ પોતાના પરિવાર ઉપર આરોપ લગાવ્યો હતો કે, તેના ઉપર યુવક સાથે લગ્ન કરવાનું દબાણ કરી રહ્યા છે, પણ  તે સમલૈંગિક છે.

Comments